સુરતઃ સગીરાના ઘરમાં ઘૂસી યુવકે પરાણે માણ્યું સેક્સ, જાણો પછી શું થયું?
સુરતઃ ડિંડોલીમાં સગીરાની એકલતાનો લાભ લઈને યુવકે ઘરમાં ઘૂસી ધમકી આપીને પરાણે સેક્સ માણ્યું હતું. આ અંગે સગીરાએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. યુવકે સગીરાને જાનથી મારી નાંખવાની ધમકી આપીને બળાત્કાર ગુજાર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, મૂળ ધંધુકાના અને ડિંડોલી કરાડવા રોડ ખાતે આવેલા ચિત્રકુટનગરમાં રહેતા હરેશ ઓધાભાઈ સાકળીયાએ આ જ વિસ્તારની સગીરા ગત 26મી ઓક્ટોબરે ઘરે એકલી હતી, જેનો લાભ લઈ સગીરાના ઘરમાં ઘૂસી ગયો હતો અને સગીરાનો હાથ પકડી અડપલા કરવા લાગ્યો હતો.
એટલું જ નહીં, સગીરાને ધમકી આપીને પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને આ પછી ત્યાંથી નીકળી ગયો હતો. આ ઘટના અંગે ભોગ બનનાર સગીરાએ પરિવારજનોને વાત કરતાં તેમણે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં યુવક સામે બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
સગીરાએ યુવકને અડપલા કરવાનો ઇનકાર કરતાં યુવકે 'તને કહુ તેમ તું નહીં કરીશ તો તને ગમે ત્યારે ઝેરી દવા પીવડાવી દઈશ અને હું પણ જાતે ઝેરી દવા પીને મરી જઈશ', તેવી ધમકી આપી હતી. આ ધમકીથી સગીરા ડરી ગઈ હતી. જેનો લાભ લઈ યુવકે છૂટ લેવાનું શરૂ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -