હીરોઈનને નિર્માતાએ કહ્યુઃ અમે પાંચ જણા છીએ ને અમે કહીએ ત્યારે સેક્સ માણવા દેવું પડશે, હીરોઈને શું કર્યું ?
નિર્માતાએ કહ્યું કે, અમે પાંચ નિર્માતાની ટીમ છીએ અને પાંચેયને જ્યારે પણ સેક્સ માણવાની ઈચ્છા થાય ત્યારે શ્રુતિએ હાજર થઈને તેમની સાથે સૂવું પડશે. શ્રુતિ આ વાત સાંભળીને આઘાત પામી ગઈ હતી. તેણે સ્પષ્ટ ના પાડી દીધી. આ કારણે તેને એ ફિલ્મ તો ના જ મળી પણ તમિલ ફિલ્મોમાંથી ઓફરો મળતી બંધ થઈ ગઈ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવી વાત ફેલાઈ ગઈ કે, શ્રુતિ ‘કો-ઓપરેટ’ કરવા તૈયાર નથી તેથી તેની સાથે ફિલ્મ બનાવવામાં મજા નહીં આવે. શ્રુતિએ ઉમેર્યું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બધા પુરૂષો આવા નથી પણ ઘણા આવા લોકો છે કે જેના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી બદનામ થાય છે.
શ્રુતિએ જણાવ્યું કે, પોતાની પહેલી કન્નડ ફિલ્મ હિટ થઈ પછી એક તમિલ નિર્માતાએ તેની તમિલ રીમેઈક બનાવવાની તૈયારી બતાવી હતી. આ તમિલ નિર્માતા બહુ જાણીતા છે અને તેમણે ઘણી સુપરર હીટ ફિલ્મોનું નિર્માણ કર્યું છે. શ્રુતિને પોતાની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા આપવા માટે તેમણે એક શરત મૂકી હતી.
મોટા ભાગની અભિનેત્રીઓ ચૂપ રહીને સમાધાન કરતી હોય છે ત્યારે દક્ષિણ ભારતની એક અભિનેત્રીએ પોતાના કાસ્ટિંગ કાઉચના અનુભવને લોકો સામ મૂક્યો છે. ઈન્ડિયા ટુડે કોન્કલેવ 2018માં બોલતાં કન્નડ અભિનેત્રી શ્રુતિ હરિહરને પોતાને થયેલા ખરાબ અનુભવની વાત કરી હતી.
હૈદરાબાદઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કાસ્ટિંગ કાઉચ એટલે કે રોલના બદલામાં અભિનેત્રીઓને સેક્સ માણવાની ફરજ પડાય એ નવી વાત નથી. સંખ્યાબંધ અભિનેત્રીઓ કાસ્ટિંગ કાઉટનો ભોગ બનતી હોય છે પણ તેની સામે બોલવાની કે લડવાની હિંમત બહુ ઓછી અભિનેત્રીઓ બતાવતી હોય છે.
આ નિર્માતાએ શરત મૂકી હતી કે, શ્રુતિએ ફિલ્મના નિર્માણ દરમિયાન પોતાની સાથે સેક્સ માણવું પડશે. એટલું જ નહીં પણ બીજા ચાર નિર્માતા સાથે પણ તેણે સેક્સ માણવું પડશે કેમ કે આ પાંચેય નિર્માતા સાથે મળીને શ્રુતિની ફિલ્મની રીમેઈક બનાવવાના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -