એમેઝોન અને ફ્લિપકાર્ટનો સેલ આજથી શરૂ, મળશે 80% સુધી ડિસ્કાઉન્ટ
અમુક મોડલ્સ પર 16,000 રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જૂના ફોન બદલવા પર 1,000થી લઈ 2,000 રૂપિયાની વધારાની ઓફર કરવામાં આવી રહી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
ચીનની અગ્રણી કંપની હુઆવેઈની ઈ-બ્રાન્ડ ઓનરે ગણતંત્ર દિવસ પર સેલની જાહેરાત કરી છે. જે અંતર્ગત કંપનીના ઈ-કોમર્સ પાર્ટનર એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ઓનર સ્માર્ટફોન્સ પર અનેક આકર્ષક ડીલ ઉપલબ્ધ છે. જેમાં જંગી ડિસ્કાઉન્ટ, નો કોસ્ટ ઇએમઆઇ અને એક્સચેન્જ ઓફર્સ મુખ્ય છે.
ફ્લિપકાર્ટ દ્વારા સિટી બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 10 ટકા કેશબેક આપવામાં આવશે.
સેલના દિવસો દરમિયાન કંપનીઓ 80% સુધી ડિસ્કાઉન્ટની સાથે કેશબેક પણ આપશે. એમેઝોન એચડીએફસી બેંકના ક્રેડિટ કે ડેબિટ કાર્ડની ખરીદી પર 10 ટકા કેશબેક આપી રહ્યું છે.
સેલ દરમિયાન અનેક મોડલ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સ્માર્ટફોન્સની સાથે આ બંને કંપનીઓ ઘરેલું ઉપકરણ અને અન્ય કામની ચીજો, ફેશન પ્રોડક્ટ્સ ઉપરાંત દૈનિક જરૂરિયાતની વસ્તુઓ વેચી રહી છે.
નવી દિલ્હીઃ ઓનલાઇન ખરીદદારો માટે આજથી લઈ આગામી ત્રણ-ચાર દિવસ સુધી તહેવાર જેવો માહોલ છે. એમેઝોન પર ગણતંત્ર દિવસ સેલ 21 જાન્યુઆરીથી શરૂ થઈ ચૂક્યો છે. જ્યારે ફ્લિપકાર્ટ પર પણ 21થી 23 જાન્યુઆરી સુધી સેલ ચાલશે.