મુંબઈ: ઈડીએ આજે સુશાંત સિંહ રાજપૂત કેસમાં મની લોન્ડ્રીંગના એક મામલામાં તપાસ માટે અભિનેતાની મોટી બહેન પ્રિયંકા સિંહની પૂછપરછ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હીમાં દિલ્હીમાં પીએમએલએ મુજબ નિવેદન નોંધવામાં આવ્યું છે.

અભિનેતાના બેંક એકાઉન્ટની ડિટેઈલથી ખબર પડી કે નોમિનીમાં પ્રિયંકા સિંહનું નામ છે. ઈડી રાજપૂતની આવક, તેના અંગત અને અન્ય કરારો વિશે સૂચના મેળવવા માંગે છે જેના વિશે પ્રિયંકાને જાણકારી છે.

ઈડીએ આ પહેલા સુશાંતના પિતા કેકે સિંહ અને તેની અન્ય એક બહેન મીતૂ સિંહનું નિવેદન નોંધ્યું હતુ. સુશાંત સિંહ રાજપૂત 14 જૂને પોતાના બાંદ્રા સ્થિતિ ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેની ચાર બહેનો છે.

એજન્સીએ ગુરૂવારે મુંબઈમાં ફિલ્મ નિર્દેશક રૂમી જાફરીનું નિવેદન પણ નોંધ્યું છે. સૂત્રો અનુસાર, જાફરીને તેની સુશાંત સાથે એક ફિલ્મ નિર્દેશનની યોજના વિશે પૂછવામાં આવ્યું હતું. ઈડીએ સુશાંતના પિતા દ્વારા 25 જુલાઈએ પટનામાં નોંધાવેલી ફરિયાદના આધારે કેસ દાખલ કર્યો અને તપાસ શરૂ કરી છે.

ઈડીએ આ મામલામાં અત્યાર સુધીમાં સુશાંતની મિત્ર રહેલી રિયા ચક્રવર્તી તેના પરિવારના સદસ્યો શૌમિક, ઈંદ્રજિત ચક્રવર્તી, ઘર પર કામ કરતા લોકો, મિત્ર સિદ્ધાર્થ પિઠાનીની પણ પૂછપરછ કરી ચૂક્યું છે.