અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જોકે, અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવી ગયું છે. ત્યારે શહેરમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં, તે માટે તંત્ર સતર્ક બન્યું છે. તેમજ કોરોનાના કેસો સામેથી પકડી પાડવા માટે અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવના આદેશથી પોલીસ કર્મીઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
છેલ્લા 3 દિવસમાં જ 7500 પોલીસકર્મીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 51 પોલીસકર્મીઓ પોઝિટિવ મળી આવ્યા છે. હજુ પણ પોલીસકર્મીઓના કોરોના ટેસ્ટની કામગીરી શરૂ છે. નોંધનીય છે કે, અમદાવાદમાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવી ગયું છે. તેમજ કોરોના એક્ટિવ કેસો પણ 3 હજારની અંદર આવી ગયા છે.
અમદાવાદમાં છેલ્લા 3 દિવસમાં 7500 પોલીસકર્મીઓનો કરાયો કોરોના ટેસ્ટ, કેટલાને આવ્યો પોઝિટિવ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Aug 2020 02:56 PM (IST)
છેલ્લા 3 દિવસમાં જ 7500 પોલીસકર્મીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 51 પોલીસકર્મીઓ પોઝિટિવ મળી આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -