CBI Investigation in SSR Death Case: મુંબઈ પહોંચી CBIની ટીમ, પોલીસ કમિશનર બોલ્યા- અમે સહયોગ કરશું
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Aug 2020 07:57 PM (IST)
CBI Investigation Team Arrives in Mumbai: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ મામલે તપાસમાં લાગેલી સીબીઆઈની એક ટીમ મુંબઈ પહોંચી છે.
મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ મામલે તપાસમાં લાગેલી સીબીઆઈની એક ટીમ મુંબઈ પહોંચી છે. આ પહેલા આજે મુંબઈ પોલીસના કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમને જ્યારે સંવાદદાતાએ પૂછ્યું શું તમે સીબીઆઈ ટીમને સહયોગ કરશો. તેના જવાબમાં સિંહે કહ્યું, 'અમે સહયોગ કરશું.' સુશાંત સિંહ રાજપૂત 14 જૂને મુંબઈના બાંદ્રામાં પોતાના અપાર્ટમેન્ટમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ મુંબઈ પોલીસ રાજપૂતની બહેનો, અભિનેત્રી રિયા ચક્રવર્તી સહિત 56 લોકોના નિવેદન નોંધ્યા છે. સુપ્રીમ કોર્ટે બુધવારે પોતાના નિર્ણયમાં પટનામાં નોંધાયેલી પ્રાથમિક ફરિયાદને સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે બિહાર સરકાર આ મામલામાં તપાસ માટે સીબીઆઈને ટ્રાન્સફર કરવા માટે સક્ષમ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સીબીઆઈની એક ટીમ મુંબઈ પહોંચી છે. આ દરમિયાન સુશાંત સિંહના બાંદ્રા સ્થિત અપાર્ટમેન્ટમાં જશે અને યોગ્ય પૂરાવા એકઠા કરશે.