જૈશના ત્રણ કુખ્યાત આતંકવાદી મોટા પ્લાન સાથે ભારતમાં ઘૂસ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Aug 2020 05:24 PM (IST)
પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ઈશારે જૈશ-એ-મોહમ્મદના ત્રણ કુખ્યાત આતંકવાદીઓ મોટા પ્લના સાથે ભારતમાં પ્રવેશ્યા છે.
નવી દિલ્હી: પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ઈશારે જૈશ-એ-મોહમ્મદના ત્રણ કુખ્યાત આતંકવાદીઓ મોટા પ્લના સાથે ભારતમાં પ્રવેશ્યા છે. આ ત્રણેય પાકિસ્તાની જણાવાયા છે અને તેના નિશાના પર વીઆઈપી અને દિલ્હી છે. પાકિસ્તાન તેની નકારાત્મક વિરોધી વાતથી પીછેહઠ કરવાનું નામ નથી લઈ રહ્યો. ગુપ્તચર એજન્સીઓને મળેલી માહિતી અનુસાર, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ ભારતમાં તબાહી મચાવવાનો એક મોટો પ્લાન બનાવ્યો છે અને આ પ્લાન મુજબ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘૂસ્યા છે. ગુપ્તચર રિપોર્ટ મુજબ તેના નામ છે ગુલ જાન, રહેવાસી પખ્તુનખા, જુમ્મા ખાન રહેવાસી ઉત્તર વજીરિસ્તાન, શકીલ અહેમદ રહેવાસી બહવલપુર પાકિસ્તાન. ગુપ્તચર એજન્સીના એક મોટા અધિકારીએ જણાવ્યું કે આ ત્રણેય જૈશના મુખિયા મુફ્તી અબ્દુલ રઉફ અસગરના નજીકના બતાવવામાં આવે છે અને આ ત્રણેયના ભારતમાં ધૂસ્યા પહેલા જૈશ અને આઈએસઆઈના મોટા અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને ત્યાં તેમને ટાર્ગેટ પ્લાન બતાવવામાં આવ્યા હતા. ગુપ્તચર દસ્તાવેજ મુજબ આ ત્રણેય પાકિસ્તાની આતંકવાદીઓને અફઘાનિસ્તાનમાં ટ્રેનિંગ કરાવવામાં આવી છે અને આ ત્રણેયને ભારત મોકલતા પહેલા અફઘાની ઓળખના દસ્તાવેજ પણ આપવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ આ ત્રણ આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરની સિયાલકોટ સેક્ટરના રસ્તે ભારતમાં ધૂસ્યા અને ત્યારબાદ લોકેશન અનંતનાગ તરફની મળી અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર આ ત્રણેયની સાથે બે કાશ્મીરી પણ છે જે આ ત્રણનું માર્ગદર્શન કરી રહ્યા છે. ગુપ્તચરના રિપોર્ટ અનુસાર તેના નિશાના પર વીઆઈપી અને દિલ્હી પણ છે એવામાં ગુપ્તચર એજન્સીઓના આ એલર્ટથી સુરક્ષા એજન્સીઓને હોંશ ઉડી ગયા છે. ગુપ્તચર એજન્સી મુજબ આ ત્રણેય પાસે કેટલાક નક્શા પણ બતાવાયા છે સાથે જ ત્રણેયને આત્મઘાતી હુમલા માટે પ્રશિક્ષિત પણ કરવામાં આવ્યા છે. હાલ તો સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ આ ત્રણેયની શોધખોળ કરી રહી છે.