Trending Video: હાલ સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી તમારા પગ નીચેથી જમીન સરકી જશે. વીડિયો જોયા પછી તમારા મનમાં પહેલો વિચાર આવશે કે આવી દુર્ઘટના ક્યારેય કોઈની સાથે ન થવી જોઈએ. આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ ટ્વિટર પર શેર કર્યો છે.


વીડિયોમાં બતાવ્યા પ્રમાણે, એક પરિવાર સાથે બેસીને ભોજન કરી રહ્યો હતો ત્યારે અચાનક છતનો પંખો નીચે પડ્યો હતો. પંખો નીચે પડતાની સાથે જ પરિવારના સભ્યો ચોંકી ઉઠ્યા હતા, તેમને લાગ્યું કે, જાણે ભૂકંપ આવ્યો હોય. આ પંખો બે લોકોની વચ્ચે પડ્યો હતો અને બાળક માંડ બચ્યું હતું. જોકે, આ દુર્ઘટનામાં મોટી જાનહાની થતાં ટળી હતી.


ચાલુ પંખો માથે પડ્યોઃ
દિપાંશુ કાબરાએ ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે. તેમણે વીડિયોના કેપ્શનમાં લખ્યું- 'જાકો રાખે સાઈયાં માર સાકે ના કોયે...' આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, 6 લોકોનો પરિવાર જ્યારે જમીન પર મેટ પર બેસીને એકબીજા સાથે વાત કરી રહ્યો છે અને ભોજન કરી રહ્યો છે. ત્યારે અચાનક એક નાનું બાળક અવાજ સાંભળે છે અને આસપાસ જોવાનું શરૂ કરે છે. થોડીક સેકન્ડો પછી, હોલમાં લગાવેલો સીલિંગ ફેન બાળક અને તેની બાજુમાં બેઠેલા બે લોકોના ખોળામાં પડે છે. આ જોઈને માતા પોતાની જગ્યાએથી ઉભી થઈ જાય છે અને નાના બાળકને ગળે લગાવે છે.




આ વીડિયોને અત્યાર સુધીમાં 1.50 લાખથી વધુ લોકોએ જોયો છે અને સતત તેના વ્યુઝ વધી રહ્યા છે. આ ઘટના બાદ ગુજરાતી કહેવત, રામ રાખે તેને કોણ ચાખે તે સાબિત થઈ છે.