આ મીટિંગમાં રાજકુમાર રાવ, કોંકણા સેન શર્મા, સુધીર મિશ્રા, શબાના આઝમી, ફરહાન અખ્તર, પરિણીતી ચોપડા, સૈફ અલી ખાન, ઋત્વિક રોશન સહિતના સિતારાઓ સામેલ હતા. તો અનુરાગ કશ્યપ, સ્વરા ભાસ્કર, અનુભવ સિંહા, મોહમ્મદ જિશાન અયૂબ અને સિદ્ધાર્થ જેવા ઘણા લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે.
મીડિયા રિપોર્ટ મુજબ બેઠકની લિસ્ટમાં કરણ જોહર, ફરહાન અખ્તર, કબીર ખાન, રિતેશ દેશમુખ, વિકી કૌશલ અને આયુષ્માન ખુરાના જેવા વિખ્યાત કલાકારોનાં નામ શામેલ હતા. ઉપરાંત મીટિંગમાં કૃણાલ કોહલી, અભિષેક કપૂર, સીબીએફસી ચીફ પ્રસૂન જોશી, મ્યુઝિક ડાયરેક્ટર અનુ મલિક, અભિનેત્રી ઉર્વશી રૌતેલા, ફિલ્મ પ્રોડ્યુસર્સ વિપુલ શાહ, કૈલાશ ખેર અને શાન જેવા સિંગર અને રણવીર શૌરી, શૈલેષ લોધા અને રાહુલ રાવૈલ જેવા સ્ટાર્સ હાજર રહ્યા હતા.
આપને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદીએ આ કાયદાનું સમર્થન કરતાં ટ્વિટર પર ‘ઇન્ડિયા સપોર્ટ સીએએ’ કેમ્પેન લોન્ચ કર્યું હતું અને એમાં કહેવામાં આવ્યું હતું કે આ કાયદો શરણાર્થીઓને નાગરિકતા આપવા માટેનો કાયદો છે અને એનાથી કોઈની નાગરિકતા છીનવાઈ જવાની નથી.