પૂર્વ IAF પ્રમુખ ધનોઆએ કાર્યક્રમ દરમિયાન સ્લાઇડમાં વાયુસેનાના કાર્યો પ્રદર્શિત કર્યા હતા. એક સ્લાઇડમાં બતાવવામાં આવ્યું કે, IAFએ 33 ખેમાં કુલ 625 ટન કરન્સી ટ્રાન્સપોર્ટ કરી હતી. જણાવીએ કે, ધનોઆ, 31 ડિસેમ્બર 2016થી 30 સપ્ટેમ્બર 2019 સુધી વાયુસેના પ્રમુખ રહ્યા હતા.
ટેકફેસ્ટ કાર્યક્રમમાં દરમિયાન તેમણે રાફેલ ખરીદવાના સોદાને લઈને થયેલા વિવાદની પણ વાત કરતા જણાવ્યું કે, આવા વિવાદો સંરક્ષણ અધિગ્રહણોને સ્લો (ધીમા) કરી નાંખે છે અને તેનાથી સેનાની ક્ષમતા ઉપર પર પ્રભાવ પડે છે.
તેમણે જણાવ્યું કે, બોફોર્સ સોદા (Bofors Deal) (રાજીવ ગાંધી સરકાર દરમિયાન) પણ વિવાદનું ઘર બન્યો હતો, જ્યારે બોફોર્સ તોપ દેશ માટે જોરદાર સાબિત થઈ હતી. તેમણે જણાવ્યું કે,જો ગત વર્ષ બાલાકોટ કાર્યવાહી પછી ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલેલા તણાવમાં વિંગ કમાન્ડર અભિનંદન મિગ-21ના બદલે રાફેલ લઈને ઉડ્યા હોત તો આજે પરિણામ કંઈક અલગ હોત.