✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'હું બિમાર હોઉં તો પણ સેક્સ માણવા કહેતો', કઈ હોટ ટીવી એક્ટ્રેસે ડિવોર્સની અરજી સાથે પતિ સામે કર્યો આ આક્ષેપ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Nov 2018 09:53 AM (IST)
1

ચાહતે ફરહાન પર એ પણ આરોપ લગાવ્યો કે, તેની તબિયત સારી ન હતી ત્યારે પણ તે સંબંધ બનાવવાનું કહેતો હતો. ચાહતે કહ્યું, “હું મરી પણ રહી હોઉં તો ફરહાનને કોઈ જ ફરક નહોતો પડતો. હું મારી બાળકીઓ માટે સહન કરતી રહી, પરંતુ આ ઘરેલૂ હિંસાથી પણ વધારે હતુ. તેણે મને મારા પરિવારથી અલગ કરવાનો પણ પ્રયત્ન કર્યો. આ કારણે મે તેનાથી અલગ થવાનો નિર્ણય કર્યો.”

2

ચાહતે કહ્યું કે, “આ ફક્ત શારીરિક શોષણ નહોતુ, પરંતુ આર્થિક અને માનસિક શોષણ પણ કર્યું હતું. ઘરનાં આવા વાતાવરણમાં હું પાગલ થઈ રહી હતી. તેણે મારા પર વૈશ્યાવૃત્તિ અને કો-એક્ટર સાથે અફેરનો આરોપ લગાવ્યો. તે મારા શૉનાં સેટ પર અચાનક આવી જતો હતો અને હું જ્યારે મારા કૉ-એક્ટરને હગ કરતી અથવા હાથ પકડતી તો તે હંગામો કરતો હતો. એકવાર જ્યારે કૉ-એક્ટરે મને પાર્ટીમાં બોલાવી તો તેણે આને ડેટ સમજી લીધી.”

3

એક ઇન્ટરવ્યૂમાં ચાહતે કહ્યું કે તે ઘણાં સમયથી લગ્નને લઇને ખૂશ નહોતી. તેણે પોતાના પતિથી અલગ થવાનો નિર્ણય રાતોરાત નથી લીધો. તેણે કહ્યું કે, તેને છૂટાછેડા લેવા હતા પરંતુ પતિ આવું નહોતો ઇચ્છતો. ચાહતનું કહેવું છે કે તે કોઇપણ કિંમતે પોતાના પતિ સાથે રહેવા નથી ઇચ્છતી. ચાહતે ફરહાન પર શારીરિક અને માનસિક શોષણનો આરોપ લગાવ્યો છે.

4

નવી દિલ્હીઃ ટીવીની દુનિયામાં સુપરહિટ સીરિયલ રહેલ ‘બડે અચ્છે લગતે હૈ’ની ફેમસ એક્ટ્રેસ ચાહત ખન્નાએ પતિ ફરહાન મિર્જા પર શારીરિક અને માનસિક શોષણનો આરોપ લગાવ્યો છે. આ પહેલા તે છૂટાછેડાની અરજી દાખલ કરી ચૂકી હતી. તેની જાણકારી ચાહતે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં જ આપી હતી. ચાહત અને ફરહાનના લગ્ન 2013માં થયા હતા. તેને બે દીકરીઓ છે.

  • હોમ
  • મનોરંજન
  • 'હું બિમાર હોઉં તો પણ સેક્સ માણવા કહેતો', કઈ હોટ ટીવી એક્ટ્રેસે ડિવોર્સની અરજી સાથે પતિ સામે કર્યો આ આક્ષેપ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.