બોલીવુડની કોઈ સેલિબ્રિટી જો ફોન કરીને દુકાન પર પિજ્જાનો ઓર્ડર આપે તો દુકાનદાર એ સેલિબ્રિટીનો અવાજ સાંભળીને આશ્ચર્યમાં મુકાઈ જાય એ સામાન્ય વાત છે. મોટાભાગે એવું જોવા મળ્યું છે કે, પિજ્જા ઓર્ડર કરવા માટે મોટાભાગે તો લોકો ફોન જ કરે છે. એવામાં જો કોઈ સેલિબ્રીટી ફોન કરે તો આંચકો તો લાગે. હાલ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મિમિક્રી આર્ટિસ્ટ પિજ્જા ડિલીવરી કંપનીના વર્કર સાથે મજાક કરતી જોવા મળે છે. વીડિયોમાં આ મિમિક્રી આર્ટિસ્ટને આલિયા ભટ્ટનો અવાજ કાઢીને પિજ્જા ઓર્ડર કરવાનો ટાસ્ક મળ્યો છે.
વીડિયોમાં છોકરીએ પિજ્જા ઓર્ડર કરવા માટે સેમ-ટુ-સેમ આલિયા ભટ્ટ જેવો જ અવાજ કાઢે છે. પિજ્જા શોપ પર ઓર્ડર લેતો કર્મચારી અવાજ સાંભળીને થોડો હેરાન થઈ જાય છે અને નામ સાથે-સાથે એડ્રેસ પણ પુછવા લાગ્યો. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વીડિયોમાં ચાંદની નામની મિમિક્રી આર્ટિસ્ટે પિજ્જા ડિલિવરીવાળા સાથે મજાક કરતી પણ દેખાય છે. એટલું જ નહી પણ આ છોકરી મિમિક્રી કરતી વખતે રણબીર કપુરનું નામ પણ લે છે. વીડિયોમાં જોવા મળે છે કે, કઈ રીતે મિમિક્રી આર્ટીસ્ટ પિજ્જા શોપ પર ફોન કરીને બિલકુલ આલિયા ભટ્ટ જેવી જ વાત કરે છે.
ઓર્ડર લેતો કર્મચારી અવાજ સાંભળ્યા બાદ થોડો ગભરાઈ જાય છે અને નામ પુછવા લાગે છે. જેના જવાબમાં છોકરી આલિયા,, આલિયા ભટ્ટ બોલે છે. પછી આ કર્મચારીને વધુ હેરાન કરવા માટે મિમિક્રી કરતી ચાંદની રણબીરને કંઈક પુછવાનું નાટક પણ કરે છે કે તે કયો પિજ્જા ખાશે. પછી ચાંદની વેજ પિજ્જા વિશે પુછપરછ કરવા લાગે છે. જો કે, ઓર્ડર લેતા કર્મચારીએ પણ પોતાના કામમાં મગ્ન હોવાનું બતાવતાં ઘણી સારી રીતે પુછપરછ કરી હતી.