બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘બચ્ચન પાંડે’ને લઈને ચર્ચામાં છે. અક્ષય પોતાની ફિલ્મનું શૂટિંગ હાલમાં જેસલમેરમાં કરી રહ્યાં છે. શૂટિંગના સેટ પરથી એક વીડિયો લીક ગઈ છે. જેમાં તેના રોલની ઝલક જોવા મળી રહી છે.

વીડિયોમાં અક્ષય કુમાર જીન્સ અને ટી શર્ટમાં નજર આવી રહ્યો છે. બહાર ભારે ભીડ જોવા મળી રહી છે અને તે હાથ ઉંચો કરીને ફેન્સને હાય બોલી રહ્યો છે. આ વીડિયો અક્ષય કુમારના ફેન ક્લબે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.


ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય કૃતિ સેનન છે જે પત્રકારની ભૂમિકામાં છે. આ પત્રકાર ડાયરેક્ટર બનવા માંગે છે. ફિલ્મમાં અરશદ વારસી પણ છે, જે અક્ષય કુમારના દોસ્તની ભૂમિકામાં છે.


થોડા દિવસ પહેલા જ પૂરી ટીમ અહીં પહોંચી  હતી અને સતત શૂટિંગ ચાલી રહી છે. ફિલ્મનું શૂટિંગ માર્ચ સુધી ચાલશે. આ ફિલ્મને ફરહાદ સામજી ડાયરેક્ટ કરી રહ્યાં છે. તેમાં કો-પ્રોડ્યુસર નાડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેનમેન્ટ છે.