ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1, રાજકોટમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1નાં મોત સાથે કુલ 3 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 104, સુરત કોર્પોરેશનમાં 81, વડોદરા કોર્પોરેશનમાં 76, રાજકોટ કોર્પોરેશનમાં 70, વડોદરા 25, જુનાગઢ કોર્પોરેશન-13, સુરત-13, દાહોદ-12, કચ્છ-10, મોરબી-10, ખેડા-9, ગાંધીનગર-8, જામનગર કોર્પોરેશન-8, રાજકોટ-8 અને ગાંધીનગર કોર્પોરેશનમાં 7 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 738 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 95.60 ટકા છે. રાજ્યના જુદા-જુદા જિલ્લામાં આજની તારીખે 4,74,410 વ્યકિતઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.