નવી દિલ્હીઃ યૂટ્યૂબ પર માત્ર સેલિબ્રિટી શેફ જ કરોડોની કમાણી નથી કરી રહ્યા. હવે આ પ્લેટફોર્મ પર અનેક નવા નવા નવા કુકિંગ કરનારા પણ આવી ચૂક્યા છે અને દરેક સમયે માત્ર તેમનું ભોજન જ નહીં કે લોકોનું ધ્યાન ખેંચાય છે. કિચન સાથે અલગ અલગ પ્રયોગ કરીને દર્શકોનો પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા છે. આવી જ એક સફલ યૂટ્યૂબર્સમાં એક છે રૂબી ડે. તેમની ચોંકાવનારી વાત એ છે કે તે કપડા પહેર્યા વગર જ કુકિંગ એટલે કે જમવાનું બનાવે છે.



આજ કારણે લોકો તેની પાસે કુકિંગ અને શિખવાનું પસંદ કરી રહ્યા છે. તેની યૂટ્યૂબ ચેનલ પર 4,64,000થી વધુ સબ્સક્રાઈબર અને 99 મિલિયન એટલે કે 9 કરોડ 90 લાખથી વધુ વ્યુઝ છે. ઘણા લોકો તેની સેક્સ અપીલના કારણે તેના વીડિયોઝની તરફ આકર્ષિત થાય છે. આ વાત તેના વીડિયોઝ પર આવેલા કમેન્ટ્સ દ્વારા જાણવા મળે છે.



પરંતુ યૂટ્યૂબર રૂબી કહે છે કે આમ કરવાનો તેનો આશય ન હતો. તે એ વાત પર વધારે ધ્યાન આપે છે કે, કોમેડી અને જાણકારી વાળા વીડિયોઝ તે બનાવે. તેણે જણાવ્યું કે લોકોને ભોજન બનાવવા માટે આ સારી પ્રેરણા છે. એક સમયે એવું પણ બન્યું હતું જ્યારે રૂબીની ચેનલને સેક્સુઅલ વીડિયો માનતા યુટ્યુબે તેની ચેનલને ડીમોનેટાઈઝ કરી નાખી. ત્યાર બાદ તેણે પોતાના વીડિયોઝ પેટ્રિયોન પેજ પર પોસ્ટ કરીને પૈસા કમાવવાનું શરૂ કરી દીધું.