ગુજરાત પેટાચૂંટણીઃ એક બેઠક પર ભાજપનો વિજય, બાયડ પર કાંટાની ટક્કર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Oct 2019 08:40 AM (IST)
રાધનપુર-બાયડ અને અમરાઇવાડી બેઠક પર કોંગ્રેસ આગળ, જ્યારે ખેરાલુ, થરાદ અને લુણાવાડા બેઠક પર ભાજપ આગળ.
અમદાવાદઃ ગુજરાતમાં યોજાયેલી છ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરીમાં પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે. ખેરાલુ બેઠક પર ભાજપના અજમલજી ઠાકોરનો વિજય થયો છે. જ્યારે બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલા અને જશુભાઈ પટેલ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. જ્યારે રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર પાછળ ચાલી રહ્યા છે. અમરાઇવાડી, બાયડ અને રાધનપુર બેઠક પર કોંગ્રેસ આગળ છે. જ્યારે થરાદ અને લુણાવાડા બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યો છે. નોંધનીય છે કે, જેમ જેમ ગણતરી આગળ ચાલી રહી છે, તેમ તેમ બાયડ અને રાધનપુર બેઠક પર ખરાખરીનો જંગ જામી રહ્યો છે. જ્યારે થરાદમાં ભાજપની લીડ ઘટી છે.