મુંબઈ: ટીવી શો ‘સસુરાલ સિમર કા’માં કામ કરી ચુકેલાં ચાઈલ્ડ એક્ટર શિવલેખ સિંહનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. શિવલેખ તેનાં માતા પિતા સાથે બિલાસપુરથી રાયપુર તરફ જઈ રહ્યો હતો. ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો હતો. શિવલેખ તેનાં પિતા શિવેન્દ્ર સિંહ અને માતા લેખના સિંહ અને નવીન સિંહ હાજર હતાં.
સુત્રો મુજબ, શિવલેખ તેનાં પરિવાર સાથે કારમાં બિલાસપુરથી રાયપુર તરફ જઈ રહ્યો હતો. ત્યારે કાર અને ટક્કર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં શિવલેખનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
શિવલેખના પરિવારનાં નિકટનાં જણાવ્યાં પ્રમાણે, રાયપુર ઈન્ટરવ્યું આપવા જઈ રહ્યો હતો. તે સમયે તેનો પરિવાર તેની સાથે જ હતો. શિવલેખની માતા લેખના સિંહની હાલત પણ બહુ ગંભીર છે.
સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ આરિફ શેખે જણાવ્યું હતું કે, આ અકસ્માત બપોરે 3 વાગ્યે થયો હતો. અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. હાલમાં ટ્રક ડ્રાઈવરની તપાસ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, શિવલેખ રેમો ડિસૂઝાની ફિલ્મમાં કામ કરી રહ્યો હતો. આ ફિલ્મનું 90 ટકા શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.
શિવલેખની માતા લેખના અને પિતા શિવેન્દ્ર સિંહનો હાલમાં સારવાર ચાલી રહી છે. શિવલેખ જાંજગીરનાં નરિયરા ગામનો રહેવાસી હતો. હાલમાં તે મુંબઈમાં પરિવાર સાથે રહેતો હતો. રિપોર્ટ્સ મુજબ શિવલેખની માતા છત્તીસગઢમાં પ્રિન્સિપાલ હતી. દીકરાનાં કારણે નોકરી છોડીને મુંબઈ આવ્યા હતાં.
ટેલિવૂડના કયા ચાઈલ્ડ એક્ટરનું રોડ અકસ્માતમાં મોત નિપજ્યું, જાણો વિગત
abpasmita.in
Updated at:
19 Jul 2019 12:21 PM (IST)
સુત્રો મુજબ, શિવલેખ તેનાં પરિવાર સાથે કારમાં બિલાસપુરથી રાયપુર તરફ જઈ રહ્યો હતો. ત્યારે કાર અને ટક્કર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં શિવલેખનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -