Trending Video: તમને તમારા બાળપણના દિવસો સારી રીતે યાદ હશે. સવારે ઉઠવું, સ્નાન કરવું અને નાસ્તો કરીને શાળાએ જવું એ કોઈ સંઘર્ષથી ઓછું નહોતું. આ કાર્ય, જે દરેકને સરળ લાગે છે, તે બાળકો માટે એક મોટું કાર્ય છે. કેટલાક બાળકોને તો શાળા પુરી થયા બાદ ટ્યુશનમાં જવું પડતું હતું. ત્યારે આવા ભણતરથી કંટાળેલા બાળકોનો વીડિયો વાયરલ થયો છે જેમાં બાળકો પોતાના રોજના સંઘર્ષથી કંટાળીને સ્કૂલબેગ જ કીચડમાં ફેંકી દે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને એવું જ લાગશે કે બાળકો પર ખૂબ જ ટેન્શન છે. બાળકો અભ્યાસથી એટલા કંળાળ્યા છે કે તેઓ પોતાનો ગુસ્સો સ્કૂલ બેગ અને પુસ્તકો પર કાઢી રહ્યા છે. વીડિયોમાં દેખાતા નાના બાળકો ખૂબ જ ગુસ્સામાં દેખાઈ રહ્યા છે. વીડિયોમાં તેમની સ્કૂલ બેગ પ્રત્યેની નફરત સ્પષ્ટપણે જોઈ શકાય છે.
ભણવાનો ગુસ્સો સ્કૂલ બેગ પર કાઢ્યોઃ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે રસ્તા પર કેટલાક બાળકોને સાથે જોઈ શકો છો. વીડિયો જોઈને લાગે છે કે હમણાં જ વરસાદ પડ્યો છે. રસ્તા પરના ખાડામાં પાણી ભરાઈ ગયા છે અને આ માસુમ બાળકો ગુસ્સામાં તેમની સ્કૂલ બેગ કાદવ-કીચડમાં ફેંકી રહ્યા છે. ગુસ્સો એટલો બધો છે કે તેઓ વારંવાર કાદવમાંથી બેગ ઉપાડી રહ્યા છે અને તેને ફેંકી રહ્યા છે. યુઝર્સ આ વીડિયો જોઈને પોતાના બાળપણના દિવસો યાદ કરી રહ્યા છે અને વીડિયોમાં કોમેન્ટ કરી રહ્યા છે.