India vs England 5th Test Shubman Gill Srikar Bharat Prasidh Krishna: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિંઘમ ખાતે ટેસ્ટ મેચ રમાવાશે. આ મેચ માટે ટીમ ઈન્ડિયામાં ઘણા યુવાન ખેલાડીઓને તક અપાઈ છે. પસંદગી કમીટીએ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાને ભારતીય ટીમમાં સ્થાન આપ્યું છે. આ સાથે-સાથે વિકેટકીપર બેટ્સમેન શ્રીકર ભરત અને શુભમન ગિલને પણ ટીમનો ભાગ છે. શુભમન ગિલ કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરે તેવી શક્યતાઓ છે. જ્યારે ભરત વિકેટકીપર તરીકે ટીમમાં સ્થાન મેળવી શકે છે. જો કે, પ્લેઈંગ ઈલેવનમાં ઋષભ પંતને પ્રાથમિકતા અપાઈ શકે છે.
ઈંગ્લેન્ડ પ્રવાસ પર તમામની નજર ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓ પર રહેશે. જો શ્રીકરને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવે તો તે સારો દેખાવ કરી શકે છે. 28 વર્ષીય શ્રીકર ભરત આંધ્ર પ્રદેશ તરફથી સ્થાનિક મેચોમાં રમે છે અને તેણે સ્થાનિક મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભરતે ફર્સ્ટ ક્લાસ મેચોની 125 ઇનિંગ્સમાં 4289 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 9 સદી અને 23 અડધી સદી ફટકારી છે. તેણે આ ફોર્મેટમાં ત્રેવડી સદી પણ ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 308 રન છે. તેણે લિસ્ટ Aમાં 1721 અને T20માં 1058 રન બનાવ્યા છે. વિકેટકીપિંગમાં શાનદાર પ્રદર્શન કરનાર ભરતે ફર્સ્ટ ક્લાસ મેચોમાં 31 સ્ટમ્પ કર્યા છે.
કર્ણાટકના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ વન-ડે ઈન્ટરનેશનલ ડેબ્યુ કરી ચુક્યો છે. તેણે 7 મેચમાં 18 વિકેટ લીધી છે. પરંતુ ક્રિષ્નાને ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી. જો તેને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળે છે તો તે, ભારત માટે ફાયદાકારક સાબિત થશે. ક્રિષ્નાએ આઈપીએલ અને ડોમેસ્ટિક મેચોમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. તેણે ફર્સ્ટ ક્લાસ મેચોની 21 ઇનિંગ્સમાં 49 વિકેટ લીધી છે. જ્યારે લિસ્ટ Aની 57 મેચમાં 102 વિકેટ લીધી છે.
ટીમ ઈન્ડિયાએ શુભમન ગિલને પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો છે. શુભમન ટેસ્ટ અને વનડેમાં રમી ચૂક્યો છે. તેણે ટેસ્ટ મેચમાં 4 અડધી સદી પણ ફટકારી છે. ઈંગ્લેન્ડ સામેની મેચમાં તમામની નજર તેના પર રહેશે. શુભમનની સાથે શ્રેયસ અય્યર અને હનુમા વિહારીની પણ મહત્વની જવાબદારી હશે. અય્યર અને હનુમા ઘણી આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યા છે. તેથી જો તેમને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે તો તે ચોક્કસપણે મહત્વની ભૂમિકા ભજવશે.