Chinese Singer Jane Zhang: ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. હવે સ્થિતિ એવી છે કે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે લાંબી લાઈનો લાગી છે. દરરોજ વધી રહેલા આંકડાએ ફરી ચિંતા વધારી છે. આ બધાની વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીની ગાયિકા જેન ઝાંગે જાણીજોઈને પોતાને કોરોના વાયરસથી સંક્રમિત કરી છે. આ સમાચાર સામે આવ્યા પછી દરેક લોકો ચીની ગાયક પર ગુસ્સો ઠાલવી રહ્યા છે અને તેને ખરીખોટી સંભળાવી રહ્યા છે.


સિંગર જેન ઝાંગે આવી કોરોનાની ઝપેટમાં 


ચાઈનીઝ સિંગર જેન ઝાંગે ખુદ સોશિયલ મીડિયા પર કોરોના વાયરસથી સંક્રમિત થવાની પોતાના પ્લાનનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે તે જાણી જોઈને કોવિડથી સંક્રમિત લોકોના સંપર્કમાં આવી હતી. આ પછી તેને માથાનો દુખાવો, તાવ અને ગળામાં ખરાશનો અનુભવ થયો હતો.  જે કોરોનાના સામાન્ય લક્ષણો છે. જો કે સારી વાત એ છે કે તે એક જ દિવસમાં સ્વસ્થ થઈ ગઈ છે. લોકોને આ વાતની જાણ થતાં જ તેઓએ સિંગરનો ક્લાસ લેવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ સિંગરે સોશિયલ મીડિયા પરથી વિવાદાસ્પદ પોસ્ટ હટાવી દીધી હતી અને લોકોની માફી પણ માંગી હતી.



સિંગર કોરોના વાયરસથી સંક્રમિત થવા માંગતી


જેન ઝાંગે જણાવ્યું કે તે નવા વર્ષની પૂર્વ સંધ્યાના મ્યુઝિક પ્રોગ્રામની તૈયારી કરી રહી છે. જેના લીધે તે કોરોના વાયરસથી સંક્રમિત થવા માંગતી હતી.  જેથી ડિસેમ્બરના અંતમાં મ્યુઝિક પ્રોગ્રામમાં તેને કોવિડ પોઝિટિવ થવાનું તેને જોખમ ન રહે. તમને જણાવી દઈએ કે જેન એક જાણીતો ચહેરો છે અને તેણે સંગીત ઉદ્યોગમાં સફળ કારકિર્દી બનાવી છે. જો કે કોરોનાવાયરસ માટે પોઝીટીવ ટેસ્ટ આવવાના તેના નિર્ણયને કારણે ચાહકો પણ તેનાથી ઘણા નારાજ છે.


 






 


દેશમાં ત્રણ કેસ સામે આવ્યા છે


ચીનની સ્થિતિ જોઈને ભારત પણ એલર્ટ થઈ ગયું છે અને આ અંગે સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. કેન્દ્ર સરકારે લોકોને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની સલાહ આપી છે. પરંતુ આ બધાની વચ્ચે ચીનમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોન સબ વેરિઅન્ટ BF.7 એ દેશમાં પ્રવેશ કર્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં બે અને ઓડિશામાં એક કેસ નોંધાયો છે.