Goodbye 2022: વર્ષ 2022 ગુડબાય કહેવા જઈ રહ્યું છે. આ વર્ષ કેટલાક ફિલ્મ સ્ટાર્સ માટે સુવર્ણ વર્ષ સાબિત થયું પરંતુ કેટલાક માટે મિશ્ર રહ્યું. આ વર્ષ ધનુષ, સામંથા રૂથ પ્રભુ માટે પણ કેટલાક ખરાબ સમાચાર લઈને આવ્યું છે. તો ચાલો એક નજર કરીએ દક્ષિણના તે સ્ટાર્સ પર જેમના માટે વર્ષ 2022 ખરાબ રહ્યું.




ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતના તૂટયા લગ્ન


સાઉથની ફિલ્મોનો સ્ટાર ધનુષ જે ફિલ્મ 'અતરંગી રે'માં દેખાયો હતો તે આ વર્ષે તેની પત્ની ઐશ્વર્યાથી અલગ થઈ ગયો. આ સમાચારે ચાહકોને ખૂબ જ ચોંકાવી દીધા હતા. આ કપલને ઈન્ડસ્ટ્રીમાં એક આદર્શ અને પરફેક્ટ કપલ તરીકે જોવામાં આવતું હતું. પરંતુ તેમના લગ્ન પણ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. ધનુષ અને ઐશ્વર્યા માત્ર પતિ-પત્ની જ નથી પરંતુ ખૂબ સારા અને ગાઢ મિત્રો હતા.




સામંથાને ગંભીર બીમારી 


સામંથા રૂથ પ્રભુ એક દુર્લભ રોગનો શિકાર બની ગઈ છે. અભિનેત્રીએ તેની ઇન્સ્ટા પોસ્ટમાં આ રોગને માયોસાઇટિસ નામ આપ્યું હતું.  જે એક ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે. જો કે આ કોઈ બીમારી નથી. પરંતુ તે ઘણી બીમારીનું જૂથ છે. જે શરીરને ધીરે ધીરે નબળું બનાવી દે છે. મહત્વપૂર્ણ બાબત તો એ છે કે આ બીમારીની કોઈ સારવાર નથી. જો કે એક્ટ્રેસ આ બીમારીમાંથી બહાર નીકળવા માટેનો પૂરો પ્રયત્ન કરી રહી છે. સાંભળવામાં પણ આવ્યું છે કે તે આ રોગની સારવાર કરાવવા માટે વિદેશ જવાની છે




પૂનમ કૌર પણ ગંભીર બીમારીમાં સપડાઈ 


સામંથા રૂથ પ્રભુ ઉપરાંત દક્ષિણની અભિનેત્રી પૂનમ કૌરને પણ એ જ વર્ષે ખબર પડી કે તે ફાઈબ્રોમીઆલ્જીયાથી પીડિત છે. આ રોગમાં થાક, ઊંઘ ન આવવી, યાદશક્તિમાં ઘટાડો અને મૂડ સ્વિંગની સાથે શરીરમાં ખૂબ દુખાવો થાય છે.




મહેશ બાબુએ સ્વજનો ગુમાવ્યા 


સાઉથ સિનેમાના સુપરસ્ટાર એક્ટર મહેશ બાબુ માટે આ વર્ષ ઘણું ખરાબ સાબિત થયું. આ વર્ષની શરૂઆતમાં તેના મોટા ભાઈએ આ દુનિયા છોડી દીધી અને તે પછી તેની માતાએ પણ બધાને અલવિદા કહી દીધું. તેની માતાના મૃત્યુ પછી અભિનેતાને વધુ એક મોટો આંચકો લાગ્યો.  મહેશા બાબુના પિતા કૃષ્ણનું પણ આ વર્ષે નિધન થયું.





વિજય દેવરાકોંડાની ફિલ્મ લિગર ફ્લોપ રહી 


વિજય દેવરાકોંડાએ વર્ષ 2022માં ફિલ્મ 'લિગર'થી બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. અભિનેતાની સાથે તેના ચાહકોને પૂરી આશા હતી કે આ ફિલ્મ સુપરહિટ થશે પરંતુ વિજયની ડેબ્યૂ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ. વિજય દેવરાકોંડાએ 'લિગર' માટે ઘણી મહેનત કરી હતી.  એટલું જ નહીં આ ફિલ્મના ફંડિંગ માટે EDએ તેની પૂછપરછ પણ કરી હતી. એવું પણ સાંભળવામાં આવ્યું હતું કે વિજયને આ ફિલ્મનું પૂરી ફી પણ મળી નહોતી