મુંબઈ: વેલેન્ટાઈન-ડે પર સાઉથના સ્ટાર વિજય દેવરકોંડાની ફિલ્મ ‘ફેમસ લવર’ સ્લિવર સ્ક્રીન પર રિલીઝ થઈ હતી પરંતુ ફિલ્મને જોઈએ તેવો પ્રતિસાદ મળી શક્યો નહતો. ત્યાર બાદ અબિનેતા વિજય દેવરકોંડા બીજી એક ફિલ્મમાં બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડેની સાથે જોવા મળશે.

જી હાં, આ ફિલ્મને પુરી જગન્નાથ ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અનન્યા પાંડે લીડ રોલમાં જોવા મળશે. અનન્યા અને વિજયની આ ફિલ્મનું નામ ‘ફાઈટર’ છે, ફિલ્મનું શૂટિંગ પણ ચાલુ થઈ ગયું છે. વિજય અને અનન્યાની આ ફિલ્મ હિંદી અને તેલુગુ એમ બંને ભાષામાં રિલીઝ થશે.
બોલિવૂડના કયા સ્ટારની પુત્રી અડધી રાતે બાઈક પર સવાર થઈને આ સ્ટાર સાથે માણે છે મજા? જાણો

અનન્યા પાંડે અને વિજય દેવરકોંડાએ પણ એકબીજાને ટ્વીટ કરીને વેલકમ કર્યું હતું. નોંધનીય છે, ફાઈટર બોલિવુડની અભિનેત્રી સિવાય પણ એક ખાસ કનેક્શન ધરાવે છે. ફેમસ ડિરેક્ટર-પ્રોડ્યુસર કરણ જોહર આ ફિલ્મના પ્રોડ્યુસર છે. આ ફિલ્મથી અનન્યા તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહી છે.

આ ફિલ્મના શૂટિંગની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી જેમાં અનન્યા પાંડે અને વિજય દેવરકોંડા બાઈક રાઈડ કરતાં જોવા મળ્યાં હતાં. આ દરમિયાન અભિનેત્રી બાઈકની ટાંકી પર બેસેલી જોવા મળી હતી. વિજય સાથે અનન્યાની લેટ નાઈટ બાઈક રાઈડની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

નોંધનીય છે કે, અનન્યા પાંડેએ ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું ત્યાર બાદ તે ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ માં કાર્તિક આર્યન અને ભૂમિ સાથે જોવા મળી હતી.