નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલ પહેલા લોકસભા અને બાદમાં રાજ્યસભામાંથી પાસ થયું. રાજ્યસભામાંથી પાસ થયા બાદ રાષ્ટ્રપતિએ આ બિલને મંજૂરી આપી દીધી છે અને હવે તે કાયદો બની ગયો છે. જ્યારે દેશના અનેક ભાગમાં આ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. હાલમાં જ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આ કાયદાનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતર્યા છે. વિદ્યાર્થીઓએ નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં પ્રદર્શન પણ કર્યું. વિદ્યાર્થીઓના પ્રદર્શન પર બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પોતાની પ્રતિક્રિયા આપી છે. બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પોતાના ટ્વિટર એકાઉન્ટથી એક ટ્વીટ કરીને વિદ્યાર્થીઓનું સમર્થન કર્યું છે. ત્યાર બાદ સ્વરાએ આ ટ્વીટ સોશિયલ મીડિયા ખૂબ વાયરલ થઈ રહ્યું છે.


એક્ટ્રેસ સ્વરા ભાસ્કર હંમેશાથી સામાજીક મુદ્દાઓ પર પોતાનો મત લોકો સમક્ષ રાખે છે. આ વખતે સ્વરાએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું ખુલીને સમર્થન કર્યું છે. તેણેપોતાના ટ્વિટર હેન્ડલ પરથી પ્રદર્શનનો એક વીડિોય શેર કરતાં લખ્યું, “અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એક થઈને ભારતીય બંધારણને બચાવવા માટે પ્રદર્શન કરી રહ્યા છે.”

નાગરિકતા સંશોદન કાયદાના વિરોધમાં અલીગઢ જિલ્લામાં તણાવની સ્થિતિ ઉભી થઈ છે. જેને ધ્યાનમાં રાખતા શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે જ ઇન્ટરનેટ સેવા પણ પૂરી રીતે બંધ કરવામાં આવી છે.