Chris Martin At Mahakumbh 2025: રોક બેન્ડ કોલ્ડપ્લેના કો-ફાઉન્ડર અને ગાયક ક્રિસ માર્ટિન પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મેળામાં પહોંચ્યા છે. આ દરમિયાન તેની ગર્લફ્રેન્ડ અને અમેરિકન એક્ટ્રેસ ડકોટા જોનસન પણ તેની સાથે જોવા મળી હતી.
કોલ્ડપ્લેના મુખ્ય ગાયક ક્રિસ માર્ટિને ભારતમાં પોતાના સંગીતથી ધમાલ મચાવી દિધી છે. તેણે હિન્દી અને મરાઠી બોલીને લોકોના દિલ જીતી લીધા છે. રવિવારે, અમદાવાદમાં કોલ્ડપ્લેના કોન્સર્ટમાં તેણે વંદે માતરમ અને મા તુઝે સલામ ગાયું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ક્રિસ માર્ટિન સોમવારે મહાકુંભમાં પહોંચ્યા હતા. તેઓ અહીં ત્રિવેણી સંગમમાં સ્નાન કરશે.
બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેનો છેલ્લો કોન્સર્ટ ભારતમાં થયો હતો અને તે પણ ગણતંત્ર દિવસે. કોલ્ડપ્લેનો શો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે યોજાયો હતો. મુખ્ય ગાયક ક્રિસ માર્ટિને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવીને શ્રોતાઓના દિલ જીતી લીધા. માત્ર શુભકામનાઓ જ નહીં, પરંતુ ક્રિસે દેશભક્તિ ગીત વંદે માતરમ ગાઈને સૌને દંગ કરી દીધા હતા.
ડકોટા જોન્સન બોયફ્રેન્ડ ક્રિસ માર્ટન સાથે મુંબઈ આવી છે. મહાકુંભ પહેલા અમેરિકન અભિનેત્રીએ સોનાલી બેન્દ્રે અને ગાયત્રી ઓબેરોય સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. આ દરમિયાન, ડકોટા જોન્સન તેના કપાળ પર તિલક અને કેસરી રંગની ચુન્ની પહેરેલી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે ડકોટા જોન્સન હોલીવુડ ફિલ્મ '50 શેડ્સ ઓફ ગ્રે' માટે જાણીતી છે.
ક્રિસ માર્ટિનનો ઇન્ડિયા કોલ્ડપ્લે કોન્સર્ટ સમાપ્ત
ક્રિસ અને ડકોટા 16 જાન્યુઆરીના રોજ બેન્ડના પ્રવાસ માટે ભારત આવ્યા હતા. ક્રિસે મુંબઈ અને અમદાવાદમાં કોલ્ડપ્લેના સભ્યો સાથે લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. મ્યૂઝિક ઓફ ધ સ્ફેયર્સ ટૂરના ભારતીય ફેઝનો અંતિમ શો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગણતંત્ર દિવસ પર યોજાયો હતો. ક્રિસે રવિવારે અમદાવાદ કોન્સર્ટ દરમિયાન 'વંદે માતરમ' અને 'મા તુઝે સલામ' જેવા દેશભક્તિના ગીતો ગાઈને ભારતને શ્રદ્ધાંજલિ આપી હતી. ક્રિસના પરફોર્મન્સે ભારતીય ચાહકોના દિલ જીતી લીધા હતા.
ક્રિસ માર્ટિને જસપ્રિત બુમરાહને એક ગીત ડેડીકેટ કર્યું
ક્રિસે 'ભારત માતા કો સલામ' સાથે તેમનો કોન્સર્ટ સમાપ્ત કર્યો અને દરેકને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેના કોન્સર્ટ દરમિયાન ક્રિસે ભારતીય ક્રિકેટર જસપ્રિત બુમરાહને એક ગીત ડેડીકેટ કર્યું હતું.