Bharti Singh Hospitalized: ભારતી સિંહ ટીવી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. ભારતી હંમેશા પોતાની કોમેડીથી દર્શકોના દિલને સ્પર્શવામાં સફળ રહી છે. કોમેડી કરવા ઉપરાંત ભારતી સિંહ પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. જેમાં તે પોતાના જીવન સાથે જોડાયેલ દરેક અપડેટ શેર કરે છે. લેટેસ્ટ વ્લોગમાં ભારતી સિંહે જણાવ્યું કે તે હોસ્પિટલમાં દાખલ છે.


 ભારતી સિંહ ત્રણ દિવસ સુધી દર્દથી પીડાતી રહી


ભારતી સિંહે ખુલાસો કર્યો કે, તે છેલ્લા કેટલાક દિવસોથી પીડામાં હતી. તેને અચાનક પેટમાં દુ:ખાવો થયો અને તેને ડોક્ટર પાસે જવું પડ્યું. ભારતીએ હૉસ્પિટલનો એક વીડિયો શૅર કર્યો હતો જેમાં તેણે ફેન્સને પોતાની હાલત વિશે જણાવ્યું હતું. ભારતી સિંહે જણાવ્યું કે, ત્રણ દિવસથી પેટમાં દુખાવો હતો. પહેલા તેમને લાગ્યું કે આ એસિડિટી છે. દર્દના કારણે ભારતી સિંહ કે તેના પતિ હર્ષ લિમ્બાચીયા ત્રણ દિવસથી ઊંઘી શક્યા નથી.


ત્રણ દિવસ સુધી દર્દમાં સહન કર્યા પછી, જ્યારે ભારતીનો દુખાવો તીવ્ર બન્યો, ત્યારે તે હોસ્પિટલમાં દાખલ થઈ અને ત્યાં તેને ખબર પડી કે તેના પિત્તાશયમાં સ્ટોન  છે, જે કોઈ નસમાં પણ અટવાઈ ગયો છે. હવે ભારતી સિંહે આ માટે ઓપરેશન કરાવવું પડશે. તેઓ કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે. તેણે તમામ ચાહકોને કહ્યુંકે, જો ક્યાંય દુખાવો થાય છે અને તે પહેલા એકવાર તપાસ કરાવવી જોઈએ.


ભારતી સિંહે હોસ્પિટલમાંથી ફોન કરીને તેની સ્થિતિ વિશે જાણ કરી.


વ્લોગમાં, ભારતી સિંહ તેના પુત્ર ગોલાને યાદ કરીને રડે છે. તેણીએ ખુલાસો કર્યો કે તેણી તેના પુત્રના જન્મથી આટલા લાંબા સમયથી ક્યારેય દૂર નથી રહી અને તે માત્ર એટલું જ ઇચ્છે છે કે કોઈ પણ માતાને એવા દિવસો ન આવે કે તેમને તેમના ના બાળકથી દૂર રહેવું પડે.  ભારતી સિંહે જણાવ્યું કે જ્યારે પણ અમે આસપાસ નથી હોતા ત્યારે ગોલા તેમને શોધવાનો પ્રયાસ કરે છે અને મમ્મી-પપ્પાને એક સાથે બોલાવે છે.






 


ભારતી સિંહ હાલ 'ડાન્સ દીવાને સીઝન 4' હોસ્ટ કરી રહી છે. માધુરી દીક્ષિત અને સુનીલ શેટ્ટી તેમાં જજ છે. કોમેડિયન ભારતી સિંહ અગાઉ 'સા રે ગા મા પા લિ'લ ચેમ્પ્સ', 'ખતરાના ખતરના', 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ' અને ઘણા ટીવી શો હોસ્ટ કરી ચૂકી છે.