નવી દિલ્હીઃ જાણીતા કોમેડિયન કપિલ શર્માના ઘરમાં ખૂબ ઝડપથી ખુશ ખબર આવવાની છે. કપિલ હાલ તેના વૈવાહિક જીવન અને પ્રોફેશનલ લાઇફ બંનેમાં સારા મુકામ પર છે. અહેવાલ મુજબ કપિલ શર્માની પત્ની ગિન્ની હાલ ગર્ભવતી છે.
કપિલ અને ગિન્નીના ઘરમાં નાના બાળકનું આગમન થવાનું છે. જ્યારથી કપિલ શર્માને તે બાપ બનવાનો છે તેવી ખબર પડી ત્યારથી શોનું શૂટિંગ નિર્ધારિત સમય પ્રમાણે કરી રહ્યો છે. ગિન્ની પણ શૂટિંગ સમયે કપિલ સાથે રહે છે.
હાલ કપિલ અને ગિન્ની શક્ય તેટલો સમય વધારે સાથે ગાળે છે. કપિલ ઉપરાંત ધ કપિલ શર્મા શોની ટીમ પણ ગિન્નીનો ખ્યાલ રાખે છે. કપિલ શર્મા અને ગિન્ની 12 ડિસેમ્બર, 2018ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. પંજાબના જાલંધરમાં તેમના શાહી લગ્ન થયા હતા, જ્યારે રિસેપ્શન અમૃતસર, મુંબઈ અને દિલ્હીમાં આપ્યું હતું.