નાદિયા: પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી બાદ પણ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. નાદિયામાં ભાજપના એક કાર્યકર્તાની ગોળીમારી હત્યા કરી દીધી છે. ભાજપે ટીએમસીના કાર્યકર્તાઓ પર આરોપ લગાવ્યો છે. 25 વર્ષના સંતુ ઘોષ થોડા દિવસ પહેલાં જ તૃણમૂલ છોડીને ભાજપમાં સામેલ થયા હતા.




ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપ કાર્યકર્તાઓની હત્યાની ઘટનાઓ સામે આવતી રહી છે. લોકસભા ચૂંટણી પરિણામના દિવસે પણ ભાજપ કાર્યકર્તાઓની મારપીટની ઘટના સામે આવી હતી અને શુક્રવારે ભાજપના કાર્યકર્તાઓની હત્યા કરી નાંખી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરત આગકાંડઃ 20 બાળકોનો ભોગ લેનાર આગના લાઇવ દ્રશ્યો આવ્યા સામે, જુઓ કેવી રીતે લાગી આગ?


પોલીસના જણાવ્યા અનુસાર સંતુ રાતે 9 વાગ્યાની આસપાસ ઘરે પરત આવ્યો હતો. થોડી વાર બાદ બે લોકોએ તેને ઘરની બહાર બોલાવ્યો હતો અને ત્યાં જ તેને ગોળી મારીને ભાગી ગયા હતા. પરિવારજનો સંતુને હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી દીધો હતો.

સુરત પોલીસ કમિશ્નરે ટ્યુશન ક્લાસમાં આગ અને આરોપીની ધરપકડ મુદ્દે શું કર્યો ખુલાસો? જુઓ વીડિયો