મુંબઈઃ કોમેડિયન કપિલ શર્માના ફેંસ માટે સારા સમાચાર છે. કપિલ શર્મા ફરીથી બાપ બન્યો છે. આજે સવારે તેની પત્નીએ પુત્રને જન્મ આપ્યો છે. કપિલની પત્ની ગિન્નીએ પુત્રને જન્મ આપ્યો છે અને આ ન્યૂઝ કપિલે સોશિયલ મીડિયા પર ફેંસ સાથે શેર કર્યા છે.

કપિલ શર્માએ આજે સવારે 5.30 કલાકે ટ્વિટ કરીને લખ્યું, નમસ્કાર, આજે સવારે ભગવાનના આશીર્વાદથી એક પુત્રનો જન્મ થયો છે. માતા અને બાળક બંને સ્વસ્થ છે. તમારા પ્રેમ અને દુઆ માટે આભાર. ગિન્ની અને કપિલ.



કપિલના આ ટ્વિટ બાદ તેના પર ચારેબાજુથી અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે ઉપરાંત બાળકની પ્રથમ તસવીર અને નામ જાણવા લોકો ઘણા આતુર છે.

કપિલ અને તેની પત્નીએ પ્રેગ્નેંસી ઘણી સીક્રેટ રાખી હતી. જોકે નવેમ્બર 2020માં બેબી બંપ સાથે ગિન્નીની તસવીર સોશિયલ મીડિયા પર લીક થઈ હતી. જે બાદ બીજા બાળકના જલ્દી જન્મની વાત વહેતી થઈ હતી, જોકે કપિલે કોઇ સ્પષ્ટતા કરી નહોતી.
રાશિફળ 1 ફેબ્રુઆરીઃ  કર્ક, સિંહ રાશિના જાતક ન કરે આ કામ, જાણો કેવો રહેશે તમારો દિવસ