કપિલ શર્માએ પૂર્વ PM મનમોહન સિંહ સાથે મુલાકાત કર્યા બાદ શું કહ્યું, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Feb 2019 10:18 PM (IST)
1
તાજેતરમાં પીએમ મોદી સાથે મુલાકાત કર્યા બાદ કપિલ શર્માએ તસવીર શેર કરીને વડાપ્રધાનના સેન્સ ઓફ હ્યુમરની પ્રશંસા કરી હતી.
2
3
કપિલે તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે, ઉત્સાહભેર આવકાર અને અમૃતસરી રૂટ્સ પર ખાસ કરીને અમારી કોલેજ અને ફૂડ પર દિલથી વાતચીત કરવા માટે માનનીય મનમોહન સિંહજીનો આભાર. આટલી સહજતા તથા વિનમ્રતાથી મળવું અને મેમ પાસેથી આશીર્વાદ મળવા ખૂબ જ સન્માનની વાત છે.
4
નવી દિલ્હીઃ કોમેડિયન કપિલ શર્માએ થોડા દિવસો પહેલા વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કર્યા બાદ આજે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે પણ મુલાકાત કરી હતી. કપિલે મનમોહન સિંહ સાથે બે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં એક તસવીરમાં પૂર્વ પીએમના પત્ની ગુરુશરણ કૌર પણ છે.