કૉમેડિયન કપિલ શર્માએ શેર કરી લગ્નની કંકોત્રી, ક્યારે થશે લગ્ન ને કેટલા છે રિસેપ્શન, જાણો વિગતે
નવી દિલ્હીઃ કૉમેડી કિંગ કપિલ શર્મા હવે આગામી મહિને લગ્નના બંધનમાં બંધાઇ જશે, અગાઉ તેને લગ્ન કન્ફોર્મ કરી દીધા હતા પણ મેરેજ ડેટ ન હોતી બતાવી, હવે તેને સોશ્યલ મીડિયા પર પોતાના એકાઉન્ટ પર લગ્નું કાર્ડ શેર કર્યુ છે.
બાદમાં મુંબઇના કલિગ્સ માટે કપિલ અને ગિન્ની 24 ડિસેમ્બરે મુંબઇમાં પણ ગ્રાન્ડ રિસેપ્શન યોજશે.
કૉમેડિયન કપિલ શર્માએ 27મી નવેમ્બરે પોતાના ઇન્સ્ટા પર લગ્નનુ કાર્ડ શેર કર્યુ, ગૉલ્ડન અને સફેદ રંગના કાર્ડમાં કપિલ અને ગિન્નીના નામનો ખાસ લૉગો બનાવવામાં આવ્યો હતો. બધાનો આભાર માનતા કપિલે બધાને લગ્નના પ્રસંગે આશીર્વાદ આપવાની કામના કરી છે.
કપિલ અને ગિન્નીના 12 ડિસેમ્બરના લગ્ન બાદ 14 ડિસેમ્બરે અમૃતસરમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કપિલ અને ગિન્નીના લગ્ન 12 ડિસેમ્બરે ગિન્નીના હૉમ ટાઉન જલંધરમાં યોજાશે. એક ઇન્ટરવ્યૂમાં તેને કહ્યું કે અમે આ લગ્ન સમારોહને સાદુ રાખવા માંગીએ છીએ, પણ ગિન્ની એકમાત્ર દીકરી છે એટલે તે ધામધૂમથી કરવા માંગે છે.