કોમેડિયન કપિલ શર્માએ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સના કલાકારોને પ્રમોશન માટે શોમાં આમંત્રિત ન કરવા મુદ્દે મીડિયા અહેવાલમાં કપિલ ચમક્યો હતો. આના કારણે ઘણો વિવાદ પણ થયો હતો, આવી સ્થિતિમાં કપિલ શર્માના શોનો બહિષ્કાર કરવા માટે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ પણ ચાલ્યો હતો. હવે આ વિવાદનો અંત આવ્યો છે, પરંતુ હવે એવા સમાચાર પણ આવી રહ્યા છે કે કપિલ શર્માનો શો પણ ટૂંક સમયમાં બંધ થવાનો છે. આવી સ્થિતિમાં, ટીવી પર સૌથી વધુ પસંદ કરાયેલા શોમાંથી એક કપિલ શર્મા શો દર્શકોને દર અઠવાડિયે નહી જોવા મળે.
કપિલ શર્મા શોમાં દર અઠવાડિયે જાણીતા સ્ટાર્સ મહેમાન તરીકે આવે છે જેથી દર્શકોનું આ શોથી ભરપૂર મનોરંજન મળે છે. હવે જ્યારે કપિલ શર્માની એક સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી છે, ત્યારે આ શો બંધ થવાની ચર્ચાઓ ચાલી રહી છે. હકિકતમાં સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરીને કપિલ શર્માએ યુએસ-કેનેડા ટૂર વિશે જણાવ્યું છે. કપિલ શર્માએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે "વર્ષ 2022ની યુએસ-કેનેડા ટૂર વિશે જાહેરાત કરતાં મને ખૂબ જ આનંદ થાય છે. જલ્દી મળીશું મિત્રો."
કપિલ શર્માની આ ટૂર 11 જૂનથી 3 જુલાઈ સુધી ચાલશે. કપિલ શર્માએ આ પોસ્ટ કરતાં જ લોકો અનુમાન લગાવવા લાગ્યા કે, હવે શો થોડા સમય માટે બંધ થઈ જશે. જો કે ફરીથી નવી સીઝન સાથે, શો પાછો શરુ થશે. કપિલ ઉપરાંત કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, સુમોના ચક્રવર્તી, ચંદન પ્રભાકર અને અર્ચના પુરણ સિંહ ધ કપિલ શર્મા શોમાં લોકોનું મનોરંજન કરતા જોવા મળે છે.