વજન ઘટાડીને ફિટ થયો કપિલ શર્મા, ચાલુ મહિને જ કરી શકે છે કમબેક
અહેવાલ મુજબ કોમેડી નાઇટ્સ વિથ કપિલના નિર્માતા ભારત કુકરેતીના નવા શો દ્વારા કપિલ ચાલુ મહિને ટીવી પર વાપસી કરી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકપિલની 2-3 મહિના પહેલા સામે આવેલી તસવીરમાં તેનું વજન વધેલું જણાતું હતું. તેની પાછળનું કારણ ડિપ્રેશન જણાવવામાં આવતું હતું. પરંતુ હવે જે તસવીર સામે આવી તેમાં તે એકદમ ફીટ લાગી રહ્યો છે. તેના ચહેરાની ચમક પણ આવી ગઈ છે. તે ટીવી પર વાપસી કરી રહ્યો હોવાની પણ ચર્ચા થઈ રહી છે.
કપિલ હાલ તેની પંજાબી ફિલ્મ સન ઓફ મનજીત સિંહના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં પંજાબી સુપર સ્ટાર ગુરપ્રીત ઘુગ્ગી મુખ્ય રોલમાં છે. આ ફિલ્મ 12 ઓક્ટોબરે રજૂ થશે. ફિલ્મને કપિલ શર્માએ સુમીત સિંહ સાથે મળીને પ્રોડ્યૂસ કરી છે.
મુંબઈઃ કપિલ શર્મા ચાલુ મહિને જ ટીવી પર કમબેક કરી શકે છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર તેણે તસવીર શેર કરી છે. જેમાં તે ન માત્ર ફિટ નજરે પડી રહ્યો છે પરંતુ વજન પણ ઘણું ઘટેલું જોઈ શકાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -