નવી દિલ્હીઃ વિદ્યુત જામવાલ સ્ટારર કમાન્ડો 3ના રિલીઝ થતાંની સાથે જ તે વિવાદમાં આવી ગઈ. સીનની શરૂઆતમાં એક પહેલવાન સ્કૂલની છોકરીના ડ્રેસ સાથે ચેડા કરતો જોવા મળી રહ્યો છે. પાંચ મિનીટના આ વીડિયોમાં લોકો પહેલવાને ભારે ખરીખોટી સંભળાવી રહ્યા છે. હવે લોકો આ સીન પર બબાલ ઉભી કરી રહ્યા છે અને માગ કરી રહ્યા છે કે તેને હટાવવામાં આવે.

ફિલ્મનાં એક દ્રશ્યમાં એક સ્કૂલની બાળકી સાથે થઈ રહેલા યૌન શોષણની વિડિયો વાયરલ કરવાની વાત કરે છે. વિડિયો સાંભળ્યા અને જોય પછી એક પહેલવાન તેને ધમકી આપે છે અને સાથે સાથે તે બાળકીની નજીક જઈને તેનું સ્કર્ટ ઉપર કરવાનો પ્રયત્ન કરે છે.



આ સીન પર  લોકો વાંધો ઉઠાવી રહ્યા છે. ઘણા લોકોએ યુટ્યુબ પર પાંચ મિનિટના આ વિડિઓ પર કોમેન્ટ્સ કરીને આ સીનનો ભારે વિરોધ કર્યો છે. લોકોનું કહેવું છે કે આ સીનમાં પહેલવાનને બતાવવો એ ખોટું છે. એક યુઝર્સે લખ્યું છે કે પહેલવાન તો મહિલાઓની ઈજ્જત કરનાર હોય છે તો પછી આ ફિલ્મમાં આવા સીન તેમના પાત્રની વિરુદ્ધ છે.

ઘણા યૂઝર્સે કોમેન્ટ કરી છે કે કુશ્તીને આમાં ના લાવો… પહેલવાન ક્યારેય આવી ઓછી હરકત નથી કરતા. ત્યારે અન્ય એક યૂઝર્સે કહ્યું કે આ ફિલ્મનો બોયકોટ કરવાની માંગ કરી છે. અન્ય એક યૂઝર્સે લખ્યું કે બાળકોની ન્યૂડિટી બતાવીને તમે પબ્લિસિટી ઈચ્છો છે. એક યુઝરે લખ્યું, ‘તેની રેસિપિને પ્રમોટ કરવા માટે અમારા રેસલરને બદનામ ન કરો’.

એક રિપોર્ટ મજબ પોડ્યૂસર વિપુલ અમૃતલાલ શાહે ફિલ્મનાં આ ઈન્ટ્રોડક્ટરી સીનને બોલ્ડ સ્ટેપ ગણાવ્યું છે.ઓડિયન્સ સુધી પહોંચવા માટેની એક નવા રીતના ખોજ છે. અમે આને બોલ્ડ સ્ટેપ ગણાવીએ છીએ.