નવી દિલ્હીઃ રિયાલિટી ટીવી સ્ટાર કિમ કાર્દશિયાંએ સ્વીકાર્યું કે તેણે ઇન્સ્ટાગ્રામ પર ન્યૂડિટીને પ્રોત્સાહન આપવામાં ફાળો આપ્યો છે. મેટ્રો ડોટ કો ડોટ યૂકેના અહેવાલ અનુસાર, ધ કટ નામના સામયિકને આપેલ એક ઇન્ટરવ્યૂમાં કિમે કહ્યું કે, કેવી રીતે એક સેક્સ સિંબોલ બનવું જટિલ હોઈ શકે છે અને તેના પતિ કાન્યે વેસ્ટ તેની ડ્રેસિંગ સ્ટાઇલથી શા માટે પ્રભાવિત થાય છે.

કિમે કહ્યું, "મને ખબર નથી કે આ બરાબર છે કે નહીં, જે મારા પતિએ કહ્યું છે કે ઘણી વખત ખૂબ સેક્સી હોવું પણ ભારે થઈ શકે છે અને તે આ વસ્તુથી તે આરામદાયક નથી. હું તેમની વાત સાંભળું છું અને હું સમજુ છું. તે દરેક વસ્તુમાં મંજૂરી આપે છે જે હું જે કરવા માંગુ છે. "


જો કે આ બધું કિમને કંઈક અંશ સુધી જાગૃત કરવા જેવું છે. કિમે આગળ કહ્યું "મને સમજાયું કે હું મારા બાળકોની સામે ઇન્સ્ટાગ્રામને સ્ક્રોલ પણ કરી શકતી નથી, કારણ કે તમામ સમયે મારી ફીડમાં પોર્ન વસ્તુ જ આવે અને મેં તેમાં ફાળો આપ્યો છે."