અભિનેતા ફરહાન અખ્તર સામે હિંદુ સંગઠને નોંધાવી ફરિયાદ, નફરત ફેલાવવાનો આરોપ
abpasmita.in | 21 Dec 2019 10:51 AM (IST)
દેશમાં નાગરિકતા કાયદાની વિરૂદ્ધમાં અનેક જગ્યાઓએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. બોલિવૂડ અભિનેતા ફરહાન અખ્તરે એક ટ્વિટ કરી CAAના વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો.
મુંબઈ: દેશમાં નાગરિકતા કાયદાની વિરૂદ્ધમાં અનેક જગ્યાઓએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. બોલિવૂડ અભિનેતા ફરહાન અખ્તરે એક ટ્વિટ કરી CAAના વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો. હવે ફરહાન સામે હિંદુ સગંઠને ફરિયાદ નોંધાવી છે. ફરહાન અખ્તર વિરૂદ્ધ આઈપીસીની કલમ 121, 121A, 120B અને 505ના આધારે તેના પર કેસ કરવામાં આવ્યો છે. અભિનેતા પર આરોપ છે કે તેઓએ લોકોમાં ડર અને અરાજકતા ઉત્પન્ન કરવાની સાથે મુસ્લિમો, ટ્રાન્સજેન્ડર્સ અને નાસ્તિક તથા દલિતોના રાષ્ટ્રની વિરોધમાં ભડકાવવાનું કામ કર્યું છે. ફરહાન પર દેશના અલગ-અલગ સમુદાયોની વચ્ચે દુશ્મની વધારવાનો આરોપ છે. બોલિવૂડ અભિનેતા ફરહાન અખ્તરે CAAને લઈને ટ્વિટ કર્યું હતું,તેમાં તેમણે CAA અને CABની ડિટેલ મૂકી હતી. સાથે લખ્યું હતું તમારે અહીં આવવાની જરૂર છે કારણકે આ આંદોલન જરૂરી છે. મુંબઈમાં ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં 19 ડિસેમ્બરે મળે છે. સોશ્યિલ મીડિયામાં એકલા આંદોલન કરવાનો સમય પૂરો થયો છે. ફરહાન અખ્તર સિવાય પણ નાગરિકતા કાયદાના વિરોધમાં બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના,સ્વરા ભાસ્કર, રાજકુમાર રાવ, પરિણિતી ચોપડા, આલિયા ભટ્ટ, ડાયરેક્ટર અનુરાગ કશ્યપે અવાજ ઉઠાવ્યો છે.