દિલ્હી એરપોર્ટના અિધકારીઓના જણાવ્યા અનુસાર 19 ફલાઇટ રદ કરવામાં આવી છે અને 760 ફલાઇટ મોડી પડી હતી. સવારે 5.30 વાગ્યે દિલ્હીના પાલમમાં વિઝિબિલિટી શૂન્ય હતી. જ્યારે સફદરગંજમાં વિઝિબિલિટી ફક્ત 300 મીટરની જ હતી. રેલવે અિધકારીઓના જણાવ્યા અનુસાર 100થી વધુ ટ્રેનો બે કલાકથી વધુ સમય સુધી મોડી પડી હતી. દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 17.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે દિલ્હીમાં અતિશય ઠંડી સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં આજે પણ બરફ વર્ષા થઇ હતી. કિલોંગમાં પાંચ સેમી બરફ પડયો હતો જ્યારે ગાંધોલામાં ત્રણ સેમી અને કિન્નોરના કલ્પામાં એક સેમી બરફ પડયો હતો. કિલોંગમાં માઇનસ 6 ડિગ્રી સે. તાપમાન નોંધવામાં આવ્યું હતું. મનાલીમાં 2 ડિગ્રી અને શિમલામાં 6.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.