લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા સામે અમદાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. મુનમુન દત્તા સામે જ્ઞાતિ વિરૂદ્ધ ટિપ્પણી મામલે ફરિયાદ નોંધાઇ છે. શું છે સમગ્ર મામલો જાણીએ..


અમદાવાદ ખોખરામાં એક્ટોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે. મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે જ્ઞાતિ વિરૂદ્ધ ટીપ્પણી કરી હતી. આ વીડિયો શેર થયા બાદ મુનમુન દત્તા સામે ફરિયાદ નોંધાઇ છે. આ વીડિયો શેર થયા બાદ મુનમુન દત્તા સામે પગલા લેવા પણ માંગણી ઉઠી છે. ઉલ્લેખનિય છે કે, વીડિયોમાં મુનમુન દ્ત્તાએ વાલ્મિકિ સમાજ માટે અપશબ્દોનો ઉપયોગ કર્યાાનું સામે આવતા વાલ્મિકી સામાજે તેમના સમાજ માટે અપમાનજનક શબ્દો વાપર્યા હોવાના આક્ષેપ કરતા અમદાવાદ ખોખરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ મુનમનુ દત્તા સામે ફરિયાદ નોંધાઇ છે. 


મુનમુન દત્તાએ ઇન્ટ્રાગ્રામ પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો. જો કે વીડિયો બાદ વિવાદ સર્જાતા મુનમુન દત્તાએ આ મુદ્દે વાલ્મિકી સમાજની માફી પણ માગી છે. મુનમુન દત્તાએ વિડિયામાં શું કહ્યું હતું અને ક્યા મુદ્દે વિરોધ થયો છે, જાણીએ 


વીડિયોમાં મુનમુન દત્તાએ શું કહ્યું હતું?
ઉલ્લેખનિય છે કે, મુનમુન દત્તાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં કહ્યું હતું કે, " મેં લિપસ્ટીક, બ્લશ અને મસ્કરા લગાવ્યા છે કારણ કે  હું યૂટ્યૂબ પર આવીશ અને હું સુંદર દેખાવવા ઇચ્છું છું. હું એવું નથી ઇચ્છતી કે, ...આ જાતિના લોકો જેવી દેખાવ" તેમણે અહીં ચોક્કસ જાતિ માટે અપમાનજનક ટીપ્પણી કરી હતી. જેથી વાલ્મિકી સમાજે તેનો વિરોધ કર્યો હતો અને અમદાવાદ ખોખરા પોલીસ સ્ટેશનમાં તેમના વિરૂધ પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી., જો કે વિરોધ બાદ મુનમુન દત્તાએ આ વીડિયો ડિલીટ કરી દીધો હતો અને વાલ્મિકી સમાજનની માફી પણ માંગી હતી