‘ઝિરો’ ફિલ્મમાં શીખોની લાગણીને ઠેસ પહોંચાડવાના આરોપમાં શાહરૂખ સામે નોંધાઈ ફરિયાદ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Nov 2018 08:09 PM (IST)
1
મુંબઈઃ દિલ્હીના અકાલી દળના ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ શાહરૂખ ખાન અને અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી છે. મનજિંદરે આરોપ લગાવ્યો છે કે ફિલ્મ ‘ઝીરો’માં શીખોની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી છે.
2
3
મનજિંદર સિંહ સિરસાને ઝીરોના કયા સીન પર વાંધો છે તે જાણી શકાયું નથી. આ ફિલ્મમાં શાહરૂખે બૌઆ સિંહ નામના એક ઠીંગણા છોકરાનો રોલ કર્યો છે. આ ફિલ્મમાં શાહરૂખના સાથે કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા પણ છે. ઉપરાંત તિગ્માંશુ ધૂલિયા, બ્રિજેન્દ્ર કાલરા અને જીશાન અય્યૂબ જેવા કલાકારો પણ ફિલ્મનો હિસ્સો છે.
4
શાહરૂખના જન્મદિવસ 2 નવેમ્બરના દિવસે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. ટ્રેલરને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે અને યુટ્યૂબ પર 7 કરોડથી વધારે લોકો જોઈ ચુક્યા છે.