ટૂંક સમયમાં આવશે ‘મુન્નાભાઈ MBBS’ પાર્ટ 3, જાણો રાજકુમાર હિરાણીએ શું કહ્યું....
જ્યારે રાજકુમાર હિરાણીને મુન્નાભાઈની બે ફિલ્મોની સફળતા વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, અમે જ્યારે આ ફિલ્મ બનાવી હતી ત્યારે અમને એ વાતનો અંદાજ ન હતો કે અમે મેનસ્ટ્રીમ ફિલ્મ બનાવી રહ્યા છીએ. અમે માત્ર એટલું જાણતા હતા કે કંઈક અલગ કરી રહ્યા છીએ. બન્ને ફિલ્મને મળેલ કોમર્શિયલ સફળતા ઉપરાંત અમને લોકોનો ખૂબ પ્રેમ મળ્યો. મને એ વાતનો આનંદ છે કે મારા પરિવાર અને મિત્રોએ મારી ફિલ્મ જોઈ અને આ જ સૌથી મોટી આનંદની વાત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઉટલુકને આપેલ એક ઇન્ટરવ્યૂમાં રાજકુમાર હિરાણીએ ફેન્સને ખુશખબર આપ્યા છે. હિરાણીએ વાત કરતાં જણાવ્યં કે, તેણે મુન્નાભાઈ સીરીઝ પર કામ શરૂ કરી દીધું છે. તેમના અનુસાર, અમે વિતેલા ઘણાં સમયથી મુન્નાભાઈની ત્રીજી ફિલ્મ બનાવવા માગીએ છીએ. અમે ફિલ્મ માટે થોડું લખ્યું પણ હતું પરંતુ તે મુન્નાભાઈના પ્રથમ બે ભાગની બરાબરી કરે તેવું ન હતું. આ કારણે અમે તે કહાનીને આગળ ન વધારી. જોકે, હવે મારી પાસે એક આઈડિયા છે, જેના પર અમે ફિલ્મ બનાવીએ શકીએ છીએ. જોકે હજુ એ આઈડિયા પર કામ કરવાનું છે.
નવી દિલ્હીઃ ડાયરેક્ટર રાજકુમાર હિરાણી હાલમાં પોતાની નવી ફિલ્મ સંજૂની રિલીઝની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું ટીઝર થોડા સમય પહેલા જ રિલીઝ કરવામાં આવ્યં છે અને દર્શકો દ્વારા ફિલ્મના ટીઝરને ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ ફેન્સ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પોતાની ફિલ્મની રિલીઝની તૈયારીમાં લાગેલ રાજકુમાર હિરાણી ફિલ્મનું પ્રમોશન પણ કરી રહ્યા છે અને આ ફિલ્મના મામલે વાત કરતાં જ્યારે તેમને મુન્નાભાઈની સીરીઝ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, તે આ ફિલ્મનો ત્રીજો ભાગ બનાવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -