અમિતાભ સાથે એક્ટિંગમાં ડેબ્યૂ કરી રહી છે દીકરી શ્વેતા બચ્ચન, સામે આવી તસવીર
આ શૂટિંગ કોઈ ફિલ્મ માટે નહીં પરંતુ એક જ્વેલરી બ્રાન્ડ માટે છે. આ તસવીરોમાં શ્વેતા બચ્ચન સાધારણ સૂટ-સલવારમાં જોવા મળી રહી છે.
જ્યારે બિગ બી પણ પેન્ટ અને શર્ટ પહેરીને તેની પાસે બેઠેલા છે. તેમના વાળ સફેદ છે.
શ્વેતા બચ્ચન નંદાનું પ્રથમ પુસ્તર પેરાડાઇઝ ટાવર્સ ઓક્ટોબરમાં લોન્ચ થશે. શ્વેતા બચ્ચન ફિલ્મી પાર્ટીઓમાં વારંવાર નજરે પડે છે.
મુંબઈઃ બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન એક્ટિંગમાં ડેબ્યૂ કરી લીધું છે. શ્વેતાએ અભિનય કરિયરની શરૂઆત પિતા અમિતાભ સાથે કરી હોવાથી તેના માટે આ ક્ષણ ખાસ છે. બંનેએ મુંબઈમાં સાથે શૂટિંગ કર્યું છે, જેની તસવીરો સામે આવી છે.
આ પહેલા અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર શ્વેતાની તસવીર શેર કરી હતી. જે શ્વેતાની બે તસવીરોની કોલાજ હતું. તેમાં એક બાળપણની તસવીર હતી, જ્યારે બીજી તસવીરમાં શ્વેતાએ બનારસી સાડી પહેરી હતી. આ તસવીરને શેર કરતા બિગ બીએ લખ્યું, ત્યારે મેં તેનો હાથ પકડ્યો, હવે ફરી મેં તેને હોલ્ડ કરી અને હંમેશા કરતો રહીશ, શ્વેતા મારું પ્રથમ સંતાન.