ઓનસ્ક્રીન માતાને ડેટ કરી રહ્યો છે આ ટીવી એક્ટર, ઈન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Mar 2020 05:26 PM (IST)
ભલે સીરિયલમાં હર્ષદ અને અપર્ણા માતા-પુત્રની ભૂમિકા ભજવી હોય પરંતુ પોતાની પર્સનલ લાઈફમાં બન્ને રિલેશનશિપમાં હોવાની ચર્ચા છે.
ટીવી સીરિયલ ‘માયવી મલિંગ’ દર્શકો વચ્ચે ઘણી ફેમસ થઈ હતી. પરંતુ શોથી વધુ તેના બે કલાકારોએ ભારે ચર્ચા જગાવી હતી. આ શોમાં માતા-પુત્રની ભૂમિકા ભજવનાર હર્ષદ અરોરા અને અપર્ણા કુમાર આ બન્ને કલાકારો વચ્ચે અફેર હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. હવે આ મામલે હર્ષદે મૌન તોડ્યું છે. ભલે સીરિયલમાં હર્ષદ અને અપર્ણા માતા-પુત્રના બંધનમાં બંઘાયેલા હોય પરંતુ પોતાની પર્સનલ લાઈફમાં બન્ને રિલેશનશિપમાં હોવાની ચર્ચા છે. છેલ્લા લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે હર્ષદ અને અપર્ણા એકબીજાને ડેટ કરી રહ્યાં છે, પરંતુ હર્ષદ તેને અફવા ગણાવતો હતો પરંતુ એક તસવીરે સચ્ચાઈ સામે લાવી દીધી છે. અપર્ણાએ હોળી સેલિબ્રેશનની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં અપર્ણાએ પોતાને ઘણી વાર કપલ શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલું જ નહીં તેમની માંગમાં સિંદૂર પણ નજર આવી રહ્યું છે. એવામાં ફેન્સ પણ બન્ને શુભકામનાઓ પાઠવી રહ્યાં હતા. અનેક લોકોને લાગ્યું કે બન્ને લગ્ન કરી લીધા છે. પરંતુ આ રિલેશનશિપ અંગે સ્પોટબોયને આપેલા એક ઈન્ટરવ્યૂમાં હર્ષદે જણાવ્યું કે બન્નેએ લગ્ન નથી કર્યા પરંતુ તેઓ રિલેશનશિપમાં છે. સિંદૂરને લઈને હર્ષદે કહ્યું કે, તે સીરિયલ માટે મેકઅપ કરવામાં આવ્યો હતો. લગ્નને લઈને તેણે કહ્યું કે જ્યારે થશે, ત્યારે જાણાવીશું.