રાજીવ ગાંધીને ગાળ બોલવા પર આ એક્ટર વિરૂદ્ધ નોંધાઈ FIR
આ સીરીઝમાં 1975ની ઈમરજન્સી, નસબંધી, બોફોર્સ સ્કેમ અને શાહ બાનો કેસ જેવી કેટલીક ઘટનાઓને નેરેટિવની ઉપયોગમાં લેવાઈ છે. દર્શકોને આ સીરીઝ ખૂબ પસંદ આવી રહી છે અને રિલીઝ બાદથી અત્યાર સુધી ખૂબ ટ્રેન્ડ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, આ સીરીઝ વિક્રમ ચંદ્રાની નવલકથા ‘સેક્રેડ ગેમ્સ’ પર આધારિત છે અને અંતરંગ દૃશ્યો, હિંસા તથા ધર્મ અને રાજકારણ જેવા એલિમેન્ટ્સને કારણે ખૂબ જ ચર્ચામાં છે.
રાજીવ સિંહા નામના કૉંગ્રેસના કાર્યકર્તાએ કોલકાતા પોલીસને લખેલા પોતાના પત્રમં લખ્યું છે કે, નવાઝુદ્દીન સિદ્દીકી આ ફિલ્મમાં ગણેશ ગાયતોંડેનો રોલ પ્લે કરી રહ્યો છે અને તે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને ‘ફટ્ટૂ’ બોલી રહ્યો છે. તેમણે શોના મેકર્સ પર આરોપ લગાવતા કહ્યું છે કે, તેમણે રાજીવ ગાંધીના કાર્યકાળની ઘટનાઓને તોડી મરોડીને રજૂ કરી છે.
નવી દિલ્હીઃ સૈફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકીની 6 જુલાઈના રોજ રિલીઝ થયેલ નેટફ્લિક્સ વેબ સીરીઝ સેક્રેડ ગેમ્સ વિવાદમાં આવી છે. આ સીરીઝની એક સીઝનમાં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી વિરૂદ્ધને ગાળ બોલવા પર વિરોધ નોંધાવવામાં આવ્યા છે. આ મામલે પોલીસમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને નિર્માતાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -