બિગ બોસ-12માં આ વખતે ફેમસ જોડીઓ મચાવી શકે છે ધમાલ, જાણો
ઘણી બધી ટીવી સીરિયલમાં જોવા મળેલી વિભા છિબ્બર પણ બિગ બોસ 12નો હિસ્સો બની શકે છે. જાણકારી મુજબ આ શોમાં તે પોતાના પુત્ર પુરૂ છિબ્બર સાથે જોવા મળી શકે છે. પુરૂ પણ ટીવીનો જાણીતો ચહેરો છે. તે સીરિયલ પવિત્ર રિશ્તામાં જોવા મળી ચુક્યો છે. તે ધણી ફિલ્મો બેંડ બાજા બારાત અને ભૂમિ જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે.
ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહેલા સૃષ્ટિ રોડે અને મનીષ નાગદેવ પણ બિગ બોસ 12માં જોવા મળી શકે છે. બંનેએ આ વર્ષે ફેબ્રુઆરીમાં સગાઈ કરી છે.
જાણકારી મુજબ આ વખતે પોર્ન સ્ટાર ડેની ડેને પણ બિગ બોસની ઓફર કરવામાં આવી છે. પરંતુ તેણે શરત મૂકી છે કે જો તેની મિત્ર મહિકા શર્મા જશે, તો તેઓ પણ આ ઓફરનો સ્વિકાર કરશે.
દરેક વખતે બિગ બોસ કન્ટેસ્ટન્ટની લિસ્ટમાં સામેલ નિકેતન શું આ વખતે બિગ બોસ 12નો હિસ્સો બનશે, એ હાલ સવાલ બની ગયો છે. નિકેતનને દર વર્ષ શોની ઓફર મળે છે, પરંતુ તે દર વખતે ઓફરને નકારે છે. આ વખતે પણ નિકેતન અને તેની પત્ની ક્રતિકા સેંગરને આ શોની ઓફર કરવામાં આવી છે.
ટીવીની ફેમસ જોડી ગુરૂમીત ચૌધરી અને દેબિના બેનર્જી ઘણા રિયાલિટી શોમાં જોવા મળ્યા છે. આ જોડીને પણ બિગ બોસ 12 માટે ઓફર કરવામાં આવી છે. પરંતુ દેબિનાએ વાતને નકારી છે.
આ વર્ષે એપ્રિલમાં પોતાનાથી 25 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા બાદ મિલિંદ સોમન ખૂબ ચર્ચામાં હતો. ત્યારે ખબર સામે આવી છે કે મિલિંદ સોમન અને તેની ગર્લફ્રેન્ડ અંકિતા પણ આ શોનો હિસ્સો બની શકે છે.
રિત્વિક અને આશા નેગી ધણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણા રિયાલિટી શોનો હિસ્સો બની ચૂકેલી આ જોડીને શો માટે મોટી રકમ ઓફર કરવામાં આવી છે. હાલ કોઈ સમાચાર નથી કે તેમણે ઓફરનો સ્વીકાર કર્યો કે નહી.
કોમેડિયન સિદ્ધાર્થ સાગર પણ બિગ બોસ 12નો હિસ્સો બની શકે છે. સિદ્ધાર્થ આ શોમાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે એન્ટ્રી કરી શકે છે. સિદ્ધાર્થે કહ્યું, મને ઓફર કરવામાં આવી છે, પરંતુ હાલ મે કન્ફર્મ નથી કર્યું.
રિપોર્ટ્સ મળ્યા છે કે શોએબ ઈબ્રાહિમ અને દિપીકા કક્કડ પણ શોનો હિસ્સો બની શકે છે. શોએબે તેને અફવા ગણાવી છે. તેનું કહેવું છે કે તે હાલ આ શો નથી કરવા માંગતો. થોડા મહિનાઓ પહેલા જ આ બંનેના લગ્ન થયા છે.
મુંબઈ: થોડા સમયમાં ટીવીના ખૂબ જ ચર્ચિત શો બિગ બોસ 12ની શરૂઆત થવાની છે. દરેક વખતની જેમ આ વખતે પણ બિગ બોસના ઘરમાં સેલિબ્રિટીઝ અને સામાન્ય લોકો એન્ટ્રી કરશે. આ વખતે બિગ બોસ શોને નવા કોન્સેપ્ટ સાથે શરૂ કરવામાં આવશે. આ વખતે કન્ટેસ્ટન્ટ જોડીઓમાં જોવા મળશે. આ વખતે બિગ બોસમાં ટીવીની ખાસ જાણીતી જોડીઓને ઓફર કરવામાં આવી છે. જેમાંથી એક છે કરણ પટેલ અને અંકિતા ભાર્ગવ. કરણે નવા શો યે હૈ મહોબ્બતેના વ્યસ્ત શેડ્યૂલના કારણે ઓફરનો સ્વિકાર નથી કર્યો.