નવસારીઃ ચીખલી-વાંસદા તાલુકાના ગામોમાં ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Jul 2018 10:12 AM (IST)
1
નવસારીઃ ચીખલી અને વાંસદા તાલુકાના કેટલાક ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભય ફેલાયો છે. આજે વહેલી સવારે 6.15 વાગ્યે 3.1ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેને કારણે આ ગામોમાં રહેતા લોકો ડરી ગયા હતા.
2
આજે વહેલી સવારે કેલીયા ડેમ નજીકના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, ભૂકંપને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. નોંધનીય છે કે, કેલીયા ડેમ નજીકના ગામોમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાય છે.