નવી દિલ્હીઃ કાજોલ અને ન્યાસાને વિતેલી રાતે એરપોર્ટ પર પાપારાઝી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી અને બન્ને એરપોર્ટ પર કાળા રંગના ડ્રેસમાં જોવા મળી હતી. જોકે બન્નેને એરપોર્ટ પર માસ્ક પહેર્યા વગર જોઈને ઇન્ટરનેટ યૂઝર નારાઝ થઈ ગયા. જ્યારે કેટલાક યૂઝર કોરોના વાયરસના ડરને કારણે પણ માં દીકરી દ્વારા માસ્ક ન પહેરાવને કારણે પરેશાનહતા.

ટ્વિટર પર લોકોએ તેના માસ્ક ન પહેરવા પર પ્રશ્ન પૂછવાનું શરુ કરી દીધું. એક યૂઝરે કહ્યું કે, આ બન્ને કરતાં વધારે સાવચેત તો એરપોર્ટના કર્મચારી છે. ન્યાસા સિંગાપુરમાં અભ્યાસ કરી રહી છે અને તે માતા પિતાને મળવા માતે ભારત આવતી જતી રહે છે. કાજોલે હાલમાં જ પોતાની દીકરીની સુંદર તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

એરપોર્ટ પર કાજોલ પુત્રીને ન્યાસાને લઇને ઘરે જઇ રહી હોય તેવી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. જો કે આ તસવીરોમાં કાજોલ કે ન્યાસા કોઇને પણ કોરોનાનો આટલો ખતરો હોવા છતાં ચહેરા પર માસ્ક ન પહેરતા લોકોએ તેમને ટ્રોલ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે ન્યાસા સિંગાપોરની આંતરાષ્ટ્રીય શાળામાં ભણે છે અને રજાઓ પર અવાર નવાર તે ભારત આવતી રહે છે. ત્યારે હાલ જ્યાં સોનમ કપૂર, દીપિકા પાદુકોણ, આયુષ્માન જેવા જાણીતા સ્ટાર ઘરમાં બંધ રહીને કોરોના અંગે જાગૃતિ ફેલાવી રહ્યા છે ત્યારે કાજોલ અને તેમની પુત્રીને માસ્ક ન પહેરવા માટે સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી હતી.

ન્યાસા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે પૂરી રીતે તૈયાર છે. કાજોલ છેલ્લે તાનાજીઃ ધ અનસંગ વોરિયરમાં જોવા મળી હતી. ફિલ્મ જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી. ઉપરાંત કાજોલ એક શોર્ટ ફિલ્મ દેવીમાં પણ જોવા મળી હતી.