અભિનેતાનો 4 એપ્રિલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે ટવિટ કરીને આ જાણકારી આપી હતી. તેઓ હોમ આઇસોલેટ હતા જો કે તેમની તબિયત વધુ લથડતાં તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં છે.
અભિનેતા અક્ષય કુમારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ તે હોમ ક્વોરોન્ટાઇન હતા અને કોરોના પ્રોટોકોલનું પાલન કરી રહ્યાં હતા. સતત ડોક્ટર ફોનથી તેમના સંપર્કમાં પણ હતા. જો કે આજે તેમની તબિયત વધુ ખરાબ થતાં તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં છે.
અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ રામસેતુનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ શૂટિંગ હાલ પુરતી બંધ કરી દેવાયું છે. જો કે ફિલ્મ સાથે જોડાયેલા 45 લોકોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યાં છે.અભિનેતા અક્ષય કુમારે ટવિટ કરીને હોસ્પિટલ એડમિટ થયાની જાણકારી આપી છે.
અક્ષય કુમારે ટવિટ કરીને શું લખ્યું
અક્ષય કુમારે આજે ટવિટ કરીને તેમની તબિયતની જાણકારી આપતા લખ્યું છે કે,”આપની દુવાની અસર થઇ રહી છે. હું ઠીક છું પરંતુ ડોક્ટરે મને હોસ્પિટલમાં એડમિટ થવાની સલાહ આપી છે. જેથી આજે હોસ્પિટલ એડમિટ થયો છું.બહુ ઝડપથી પરત ફરી. આપ સૌ પણ આપનું ધ્યાન રાખજો”
એબીપી ન્યુઝને મળેલી માહિતી મુજબ અભિનેતા અક્ષય કુમારેને આજે મુંબઇના પવર્ઇ વિસ્તારની ડો. એચ.એલ.હીરાનંદાની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં છે. તેમને રવિવારે મોડી સાંજે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં છે. હાલ હોસ્પિટલ સ્ટાફે અક્ષય કુમારની તબિયત મુદ્દે કંઇ પણ સ્પષ્ટતા ન હતી કરી અને મૌન સેવ્યું હતું.
અક્ષય કુમારની ફિલ્મની વાત કરીએ તો હાલ તેમની ફિલ્મ રામેસતુનું શૂટિંગ ચાલી રહ્યું હતું અને તેઓ શૂટિંગમાં વ્યસ્ત હતા. જો કે હાલ શૂટિંગ પર કોરોનાની બ્રેક લાગી છે. આ ફિલ્મની ટીમના 75 લોકોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 45 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.