કોરોના વાયરસને મ્હાત આપી રહેલા ભારત દેશ અત્યારે દરેક પ્રયત્નો કરવામાં લાગી ગયો છે. ત્યારે ટીવી અભિનેત્રી સ્મૃતિ ખન્ના પ્રેગનન્ટ છે, જે આ કોરોના વાયરસ દરમિયાન પોતાના આવનારા બાળક માટે એક લેખ લખે છે. આ સાથે જ તમામ ગર્ભવતી મહિલાઓને સાવધાની રાખવાની સલાહ આપી છે.



ટીવી અભિનેત્રી સ્મૃતિ ખન્ના જલ્દી જ મા બનવાની છે અને હાલમાં જ તેણે એક ખાસ પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. તેણે એક બહુ જ ભાવુક કરી દે તેવો લેખ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. તે પોતાના આવનાર બાળક માટે લખતાં કોરોના વાયરસના સમય દરમિયાન તમામ ગર્ભવતી મહિલાઓને લડવાની અને ધીરજ રાખવાની સલાહ આપતી જોવા મળી રહી છે.



સ્મૃતિ ખન્ના પોતાના લેખમાં લખ્યું છે કે, ડિયર બેબી, ફક્ત થોડા દિવસ અને બહાર દુનિયા હાલ લડી રહી છે. મને નથી ખબર કે ભવિષ્યમાં શું થવાનું છે પરંતુ આશા રાખું છું કે, તું આવે ત્યાં સુધી આ દુનિયા એક નવું જીવન કેવી રીતે જીવવું તે શીખું લીધું હશે.



પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, હું તમામ ગર્ભવતી મહિલાઓને એ કહેવા માગું છું કે, ગભરાશો નહીં. આપણે બધાં મળીને આ મુશ્કેલીને હરાવીશું અને હવે પોતાના આવનારા બાળકને સારું જીવન આપવામાં સફળ રહેશી.



સ્મૃતિ ખન્નાએ થોડા દિવસ પહેલા એક ટીક-ટોક વીડિયો અપલોડ કર્યો હતો. જેમાંતે ‘કિક’ ફિલ્મને પોપ્યુલર ડાયલોગ બોલતાં જોવા મળી હતી. હું 15 મીનિટ સુધી મારો શ્વાસ રોકી શકું છું, મોતને અડીને હું પાછી આવી શકું છું. ટેન્શન લેવાનું નહીં, હું તમે ત્યાં સુધી પહોંચાડી દઈશ. ત્યાંથી પરત આવવાનું તારું કામ.



તમને જણાવી દઈએ કે, સ્મૃતિ ખન્નાએ પોતાની ગર્ભવતી હોવાની તસવીરો પહેલાં પણ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. તે બેબીબમ્પની તસવીર બતાવતાં શેર કરી હતી જેની સાથે તેણે લખ્યું હતું કે, ‘હાય ગોલુ’. ઉલ્લેખનીય છે કે, સ્મૃતિ ખન્ના ‘બાલિકા વધૂ’, કમસ તેરે પ્યાર કી સહિત આ પ્યાર કો ક્યાં નામ દૂ-3માં જોવા મળી છે.