સમગ્ર દેશભરમાં લોકડાઉન દરમિયાન હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ શોપ અને રાશનની દુકાનો ચાલું રહેશે. ડોક્ટરને ત્યાં જવાની મંજૂરી હશે. પેટ્રોલ, સીએનજી, એલપીજી, પીએનજી જેવા સેવાઓ શરૂ રહેશે.
તમામ રેસ્ટોરન્ટ, દુકાનો, બંધ રહેશે. જાહેર સ્થળો જેમ કે મોલ, હોલ, જીમ, સ્પા, સ્પોર્ટ્સ ક્લબ બંધ રહેશે. તમામ પ્રકારના પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેશે. બસ કે ટ્રેન સેવા ચાલશે નહીં. ફેક્ટરીઓ, વર્કશોપ, ઓફિસ, ગોડાઉન, સત્પાહમાં લાગનારી માર્કેટ બંધ રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની તમામ ઓફિસ બંધ રહેશે.
પ્રાઇવેટ ગાડીઓના સંચાલનની મંજૂરી પણ ખુબ જરૂરી સ્થિતિમાં હશે. લોકોને માત્ર મેડિકલ જરૂરીયાત લેવા, રાશન, દવા, દૂધ અને શાકભાજી ખરીદવાની મંજૂરી હશે.
સંરક્ષણ, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ, ટ્રેઝરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પાવર જનરેશન એન્ડ ટ્રાન્સમિશન યુનિટ, પોસ્ટ ઓફિસ, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, ફોરકાસ્ટિંગ એજન્સીઓ ખુલ્લી રહેશે. પોલીસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ, જેલ, જિલ્લા વહીવટ અને ટ્રેઝરી, વીજળી, પાણી અને સેનિટેશનનું કામ ચાલું રહેશે.