મુંબઈઃ કોરોના વાયરસથી વિશ્વના 150થી વધારે દશેનો પોતાની ઝપેટમાં લઈ લીધા છે. આ વાયરસની ભારત પર પણ અસર જોવા મળી રહી છે. બોલિવૂડનું કામકાજ પણ કોરોના વાયરસને કારણે ખરાબ રીતે પ્રભાવિત થયું છે. જ્યારે હવે કોરોના વાયરસની પૃષ્ઠભૂમિ પર ફિલ્મ બનાવવા અને તેને સંબંધિત ટાઈટલ રજિસ્ટર કરાવવા માટે ફિલ્મ નિર્માતાઓની વચ્ચે પડાપડી છે.


આવું જ એક ટાઈલ છે ‘કોરોના પ્યાર હૈ’. વર્ષ 2000માં આવેલ ઋતિક રોશ અને અમીષા પટેલની સુપરહિટ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ની જેમ જ આ ફિલ્મનું નામ રાખવામાં આવ્યું છે. નામથી જ સ્પષ્ટછે કે આ ફિલ્મમાં એક લવ સ્ટોરી છે, જે કોરોના વાયરસના ખતરાની વચ્ચે થશે. ઉલ્લેખનીય છે કે, કોરોના પ્યાર હૈ ટાઈટલ થોડા દિવસ પહેલા જ રજિસ્ટર કરાવવામાં આવ્યું છે. જેને ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલીવિઝન પ્રોડ્યૂસર કાઉન્સિલ(IFTPC) દ્વારા રજિસ્ટર કરાવવામાં આવ્યું છે. ફિલ્મની અન્ય સંસ્થાઓમાં પણ કોરોના સંબંધિત શીર્ષકોને રજિસ્ટ કરાવવા માટે અરજીઓ આવી રહી છે. ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યૂસર્સ એસોસિએશન(IMPPA) માં પણ કોરોનાને લઈને અનેક ટાઈટલ રજિસ્ટર કરાવા સંબંધિત અરજી આવી છે.

આઈએફટીપીસીમાં ટાઈટલ એક્ઝીક્યૂટિવ તરીકે કાર્યરત એક વ્યક્તિએ એબીપી ન્યૂઝને આવ જ ટાઈટલની જાણકારી આપતા કહ્યું કે, ‘વુહાન વેપન કોરોના’, ‘કોરોના ધ ડેડલી વાયરસ’, ‘કોરોના ધ બ્લેક ડે’, ‘કોરોના ધ ઇમરજન્સી’ જેવા અનેક ટાઈટલ માટે અરજી આવી ચૂકી છે અને આ પ્રકારના ટાઈટલ માટે અનેક નિર્માતાઓના સતત ફોન આવી રહ્યા છે.

આઈએફટીપીસીના સીઈઓ સુરેશ અમીને એબીપી ન્યૂઝને કહ્યું કે, ‘નિર્માતાઓ દ્વારા કરન્ટ અફેર્સ અને મોટી ઘટનાઓ પર આ પ્રકારના ટાઈટલ રજિસ્ટર કરાવવા એ કોઈ નવી વાત નથી. વાત ભલે ભારત દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાીક હોય, અમારા વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાન દ્વારા ધરપકડ કરવામાં આવી હોય અથવા જમ્મુ કાશઅમીરમાં આર્ટિકલ 370ને હટાવવાનું હોય, નિર્માતાઓમાં આવા વિષયો સંબંધિત ટાઈટલને રજિસ્ટર કરાવાવની લાઈન લાગી જાય છે.’