કોરોના વાયરસના કારણે કોઈ વ્યક્તિનું કેટલી જલ્દી નિધન પણ થઈ શકે છે તેનો ચોંકવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચીનમાંથી શરૂ થયેલા કોરોના વાયરસના કહેર સમગ્ર દુનિયમાં ફેલાઈ ગયો છે. જેા કારણે અનેક લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે ભારત અને ગુજરાતમાં પણ હવે કોરોનાની સ્થિતિ વણસી રહી છે. તેમ છતાં ધણાં લોકો કોરોના વાયરસની ગંભીરતાને સમજી રહ્યાં નથી.

હોલિવૂડના જાણીતા સ્ટાર્સ જેમણે સ્ટાર્સ વોર જેવી ફિલ્મોમાં મહત્વની ભુમિકા ભજવી છે તેવા એન્ડ્રૂ જૈકનું નિધન થયું છે. ચોંકવનારી વાત છે કે, બે દિવસ પહેલા જ તેમના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યાર બાદ બે દિવસમાં તેમના નિધનના સમાચાર સામે આવ્યા છે. એન્ડ્રૂ જૈકની ઉંમર 76 વર્ષની હતી.

બે દિવસ પહેલાં જ તેમનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એક જાણીતા મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કોરોના વાયરસના કારણે બ્રિટનમાં એન્ડ્રૂનું નિધન થયું છે. એક્ટર અને ડાયલેક્ટ કોચ રહી ચૂકેલા એન્ડ્રુના એજન્ટ જિલ મૈક્લફે સ્ટેટમેન્ટ જાહેર કરીને આ અંગે જાણાકારી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે મંગળવારે એન્ડ્રૂની Surrey હોસ્પિટલમાં નિધન થયું હતું. આ સમાચાર સાંભળતાં ચાહકો નિરાશ થઈ ગયા હતાં.